ભાજપના પ્રથમ હરોળના મજબૂત નેતા ગોરધનભાઈ સરવૈયા સહિતના આગેવાનો કોંગ્રેસમાં જોડાતાં ભાજપમાં સોંપો….

વાંકાનેર વિસ્તારમાં આગામી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈને રાજકીય ગરમાવો શરૂ થઈ ગયો છે, જેમાં પૂર્વ ધારાસભ્ય મહંમદજાવેદ પીરઝાદાની આગેવાનીમાં કોંગ્રેસ પાર્ટીએ પોતાના ચૂંટણી પ્રચારનો વિધિવત પ્રારંભ કર્યો છે. પ્રચારના શ્રીગણેશ સાથે જ કોંગ્રેસે શાસક પક્ષ ભાજપને મોટો ઝટકો આપ્યો છે…

ચૂંટણી પ્રચારના પ્રારંભે જ મોરબી જિલ્લા પંચાયતના પૂર્વ ઉપપ્રમુખ અને ભાજપના અગ્રણી નેતા ગોરધનભાઈ સરવૈયા સહિત 50થી વધુ કોળી સમાજના આગેવાનોએ ભાજપ સાથે છેડો ફાડીને વિધિવત રીતે કોંગ્રેસનો હાથ પકડ્યો છે. આ ઘટનાને કારણે વાંકાનેર પંથકમાં ભાજપના મજબૂત ગઢમાં ગાબડું પડ્યું હોવાની રાજકીય ચર્ચાઓ શરૂ થઈ છે, જેનાથી સ્થાનિક કોંગ્રેસ છાવણીમાં નવી ઉર્જાનો સંચાર થયો છે…
આ તકે મોરબી જિલ્લા પંચાયતના પૂર્વ ઉપપ્રમુખ અને ભાજપ અગ્રણી ગોરધનભાઈ સરવૈયા, ભરતભાઈ સરવૈયા (શેખરડી), કિશોરભાઈ સાકરીયા (રાતડીયા), ભગવાનજીભાઈ મેર: (પૂર્વ સરપંચ, રાતડીયા), વાઘેલા પરિવાર-લુણસર, જેઠાભાઈ ગુંદાખડા સહિત 50 થી વધારે કાર્યકર્તાઓ કોંગ્રેસમાં જોડાયા હતા….

આ કાર્યક્રમ દરમિયાન કોંગ્રેસ પક્ષ દ્વારા એવો દાવો કરવામાં આવ્યો છે કે આગામી દિવસોમાં ભારતીય જનતા પાર્ટી અને આમ આદમી પાર્ટીમાંથી હજુ વધુ નારાજ આગેવાનો અને કાર્યકરો કોંગ્રેસમાં જોડાશે. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પહેલા જ આ પક્ષપલટાથી વાંકાનેરનું રાજકીય ચિત્ર વધુ રસપ્રદ બન્યું છે. કોળી સમાજના મતોનું પ્રભુત્વ જોતાં આ આગેવાનોનું કોંગ્રેસમાં જવું આગામી ચૂંટણીના પરિણામો પર અસર કરી શકે છે….

વાંકાનેર વિસ્તારમાં બનતી દરેક ઘટના અને દરેક સમાચારો સૌથી પહેલા મેળવવા માટે ચક્રવાત ન્યુઝ સાથે જોડાઓ….🗞️
👉🏻 નીચેની લિંક પર ક્લિક કરી અમારા WhatsApp ગ્રુપમાં જોડાઓ અને અન્ય લોકોને પણ આ લિંક Share કરી તેમને આપણી સાથે જોડો…..👇🏻👇🏻👇🏻
https://chat.whatsapp.com/CM3VCXVSYMRIheFnSVRPFL?mode=wwt



