Saturday, March 28, 2026
More
    Homeપ્રમોશન આર્ટિકલવાંકાનેરની પીર મશાયખ હોસ્પિટલના નવા બિલ્ડીંગના બાંધકામ કોન્ટ્રાકટરો માટે અપીલ / જાહેર...

    વાંકાનેરની પીર મશાયખ હોસ્પિટલના નવા બિલ્ડીંગના બાંધકામ કોન્ટ્રાકટરો માટે અપીલ / જાહેર નિવિદા….

    વાંકાનેર શહેર ખાતે કાર્યરત હ. બાલાપીર (રહે.) મોમીન બૈતુલમાલ ટ્રસ્ટ સંચાલિત પીર મશાયખ સાર્વજનીક હોસ્પીટલના નવા વિશાળ સુવિધાસભર બિલ્ડીંગનું કેરાળાના બોર્ડ પાસે, નેશનલ હાઇવે પર નિર્માણ કરવામાં આવનાર હોય, જેના બાંધકામ માટે અનુભવી અને રસ ધરાવતા કોન્ટ્રાકટરો પાસેથી બંધ કવરમાં ભાવપત્રકો આમંત્રિત કરવામાં આવે છે….

    પ્રોજેક્ટની વિગત :

    પીર મશાયખ હોસ્પીટલના નવા બિલ્ડીંગનું બાંધકામ (નોંધ: બાંધકામનું સમગ્ર સ્ટ્રકચર કોલમ અને બીમ પર બાંધવાનું રહેશે.)

    સાઇટ વિઝિટ (સ્થળ મુલાકાત) ની માહિતી :

    જે કોન્ટ્રાકટરો આ કામમાં રસ ધરાવતા હોય તેમણે રૂબરૂ સાઇટની મુલાકાત લેવા નીચે મુજબના સમયે હાજર રહેવું :

    તારીખ : ૨૯-૦૩-૨૦૨૬, રવિવાર
    સમય : સવારે ૧૦:૦૦ કલાકે
    સ્થળ : રાજા પેટ્રોલ પંપ સામે, કેરાળાના બોર્ડ પાસે, ભારત જીનીંગની બાજુમાં, નેશનલ હાઇવે, વાંકાનેર.

    (ખાસ નોંધ: સાઇટ જોઈ લીધા પછી જ બાંધકામ અંગેની વિગતવાર માહિતી અને ડિટેઇલ જાણકારી સ્થળ પર આપવામાં આવશે…)

    ભાવપત્રક (ટેન્ડર) જમા કરાવવાની વિગત :

    સાઈટ જોયા બાદ અને બાંધકામની વિગતો સમજ્યા પછી, આપેલ કોષ્ટક મુજબના બાંધકામના ભાવ બંધ કવરમાં જમા કરાવવાના રહેશે.

    છેલ્લી તારીખ : ૦૨-૦૪-૨૦૨૬, ગુરૂવાર
    સમય : સાંજના ૫:૦૦ વાગ્યા સુધીમાં
    સ્થળ : પીર મશાયખ હોસ્પીટલની ઓફીસ

    વધુ માહિતી માટે મુલાકાત લો અથવા ઓફિસનો સંપર્ક કરવો…

    લિ.
    મેનેજીંગ ટ્રસ્ટી,
    હ. બાલાપીર (રહે.) મોમીન બૈતુલમાલ ટ્રસ્ટ – વાંકાનેર

    RELATED ARTICLES

    Most Popular

    Recent Comments

    error: Content is protected !!