Friday, March 27, 2026
More
    Homeમુખ્ય સમાચારવાંકાનેરના કુંભારપરા ખાતે માનસિક બીમારીથી કંટાળી 38 વર્ષીય મહિલાએ ગળાફાંસો ખાઈ જીવન...

    વાંકાનેરના કુંભારપરા ખાતે માનસિક બીમારીથી કંટાળી 38 વર્ષીય મહિલાએ ગળાફાંસો ખાઈ જીવન ટુંકાવ્યું….

    વાંકાનેર શહેરના કુંભારપરા વિસ્તારમાં એક અત્યંત દુઃખદ અને આઘાતજનક ઘટના સામે આવી છે, જેમાં અહીં રહેતી 38 વર્ષીય મહિલાએ પોતાની લાંબા સમયની માનસિક બીમારીથી કંટાળીને પોતાના જ ઘરમાં ગળાફાંસો ખાઈને જીવન ટૂંકાવ્યું છે. આ બનાવને પગલે પરિવારમાં ભારે આક્રંદ અને સમગ્ર વિસ્તારમાં અરેરાટી વ્યાપી ગઈ છે….

    બનાવની પ્રાપ્ત વિગતો અનુસાર, વાંકાનેર શહેરના કુંભારપરા વિસ્તારમાં શેરી નં. ૦૬ ખાતે રહેતા સાલુબેન ઉર્ફ શાલિનીબેન દીપકભાઇ દુધરેજીયા (ઉંમર વર્ષ ૩૮) વર્ષ ૨૦૨૩થી મગજની માનસિક બીમારીથી પીડાતા હોય, ત્યારે આ બીમારીથી કંટાળી જઇ માનસિક તાણ અને હતાશામાં આવીને ગઇકાલે સાંજે સાલુબેને પોતાના ઘરના બીજા માળે આવેલા રૂમમાં જઈને છતના પંખા સાથે ચુંદળી બાંધી ગળાફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો, જેથી આ બનાવની વાંકાનેર સીટી પોલીસે અકસ્માત મૃત્યુ નોંધ કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે….

    વાંકાનેર વિસ્તારમાં બનતી દરેક ઘટના અને દરેક સમાચારો સૌથી પહેલા મેળવવા માટે ચક્રવાત ન્યુઝ સાથે જોડાઓ….🗞️

    👉🏻 નીચેની લિંક પર ક્લિક કરી અમારા WhatsApp ગ્રુપમાં જોડાઓ અને અન્ય લોકોને પણ આ લિંક Share કરી તેમને આપણી સાથે જોડો…..👇🏻👇🏻👇🏻

    https://chat.whatsapp.com/CM3VCXVSYMRIheFnSVRPFL?mode=wwt

     

    RELATED ARTICLES

    Most Popular

    Recent Comments

    error: Content is protected !!