Monday, March 16, 2026
More
    Homeમુખ્ય સમાચારહવામાન વિભાગની આગાહી : મોરબી જીલ્લામાં માવઠાની દહેશતને પગલે ખેડૂતોને સાવચેતી રાખવા...

    હવામાન વિભાગની આગાહી : મોરબી જીલ્લામાં માવઠાની દહેશતને પગલે ખેડૂતોને સાવચેતી રાખવા અપીલ….

    હવામાન વિભાગની નવીનતમ આગાહીએ મોરબી જિલ્લાના ખેડૂતોની ચિંતામાં વધારો કર્યો છે, જેમાં આગામી તારીખ ૧૮ માર્ચથી ૨૧ માર્ચ, ૨૦૨૬ દરમિયાન મોરબી જીલ્લામાં છૂટાછવાયા સ્થળોએ ગાજવીજ સાથે હળવાથી મધ્યમ કમોસમી વરસાદ (માવઠું) પડવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. આ સંભવિત માવઠાથી ખેતીના પાકોને થતું નુકસાન અટકાવવા માટે ખેડૂતો, વેપારીઓ તેમજ એ.પી.એમ.સી. (APMC)ને તકેદારી રાખવા જણાવાયું છે….

    માવઠાની આગાહીના પગલે નીચેની સાવચેતી રાખવી…

    • ખેતરમાં કાપણી કરીને ખુલ્લામાં રાખેલ જણસ કે પાકને તાત્કાલિક સુરક્ષિત અને છાયાવાળા સ્થળે ખસેડી લેવો…
    • જો પાક ખસેડવો શક્ય ન હોય, તો તેને પ્લાસ્ટિકની મજબૂત તાડપત્રીથી યોગ્ય રીતે ઢાંકી દેવા…
    • વરસાદનું પાણી પાકના ઢગલા નીચે જતું અટકાવવા માટે ઢગલાની ફરતે માટીનો નાનો પાળો બનાવી લેવો…

    • વરસાદની આગાહીવાળા દિવસો દરમિયાન ખેતરમાં જંતુનાશક દવાઓ કે ખાતરનો ઉપયોગ કરવાનું ટાળવું…
    • ખાતર અને બિયારણના વિક્રેતાઓએ વરસાદી પાણી કે ભેજથી બચવા પોતાનો જથ્થો ગોડાઉનમાં સુરક્ષિત રાખવો…
    • માર્કેટિંગ યાર્ડમાં જણસ વેચવા આવતા ખેડૂતો અને વેપારીઓએ આ સમયગાળા દરમિયાન માલ લાવવાનું ટાળવું અથવા તો જણસ પલળે નહીં તેવી પૂરેપૂરી સુરક્ષા વ્યવસ્થા સાથે જ યાર્ડમાં આવવું….

    વાંકાનેર વિસ્તારમાં બનતી દરેક ઘટના અને દરેક સમાચારો સૌથી પહેલા મેળવવા માટે ચક્રવાત ન્યુઝ સાથે જોડાઓ….🗞️

    👉🏻 નીચેની લિંક પર ક્લિક કરી અમારા WhatsApp ગ્રુપમાં જોડાઓ અને અન્ય લોકોને પણ આ લિંક Share કરી તેમને આપણી સાથે જોડો…..👇🏻👇🏻👇🏻

    https://chat.whatsapp.com/CM3VCXVSYMRIheFnSVRPFL?mode=wwt

    RELATED ARTICLES

    Most Popular

    Recent Comments

    error: Content is protected !!