વાંકાનેર-મોરબી નેશનલ હાઇવે પર નવાપરા કટ પાસે ટ્રાફિકના નિયમોનું ઉલ્લંઘન કરી રોંગ સાઈડમાં આવતી એક રીક્ષાએ સર્જેલા ગંભીર અકસ્માતમાં મજૂરી કામે જઈ રહેલા ૮૦ વર્ષીય વૃદ્ધનું કમકમાટીભર્યું મોત થયું હોવાનો બનાવ સામે આવ્યો છે, અકસ્માત બાદ બેફામ રીક્ષા ચાલક પોતાનું વાહન સ્થળ પર જ મૂકીને નાસી છૂટ્યો હતો…
બનાવની પ્રાપ્ત વિગતો મુજબ, વાંકાનેર શહેરના કુંભારપરા વિસ્તારમાં રહેતા ૮૦ વર્ષીય વાલજીભાઈ રવજીભાઈ મકવાણા પોતાનું બાઇક લઈને મજૂરી કામે જઈ રહ્યા હોય, દરમિયાન વાંકાનેર શહેર નજીક હાઇવે પર નવાપરાની કટ પાસે રોંગ સાઈડમાં પુરપાટ આવતી એક સીએનજી રીક્ષા નંબર GJ-36-U-1562 ના ચાલકે વાલજીભાઈના બાઇકને જોરદાર ટક્કર મારી હડફેટે લેતાં વૃદ્ધને શરીરે તથા માથાના ભાગે ગંભીર ઇજાઓ પહોંચતા તેમનું કરુણ મોત થયું હતું. અકસ્માત સર્જ્યા બાદ રીક્ષા ચાલક પોતાની રીક્ષા ઘટનાસ્થળે જ રેઢી મૂકીને ફરાર થઈ ગયો હતો. આ સમગ્ર બનાવ અંગે મૃતકના ભત્રીજા મયુરભાઈ રામજીભાઈ મકવાણાએ વાંકાનેર સીટી પોલીસ મથકમાં રીક્ષા ચાલક વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે….
વાંકાનેર વિસ્તારમાં બનતી દરેક ઘટના અને દરેક સમાચારો સૌથી પહેલા મેળવવા માટે ચક્રવાત ન્યુઝ સાથે જોડાઓ….🗞️
👉🏻 નીચેની લિંક પર ક્લિક કરી અમારા WhatsApp ગ્રુપમાં જોડાઓ અને અન્ય લોકોને પણ આ લિંક Share કરી તેમને આપણી સાથે જોડો…..👇🏻👇🏻👇🏻
https://chat.whatsapp.com/CM3VCXVSYMRIheFnSVRPFL?mode=wwt





