Sunday, March 1, 2026
More
    Homeમુખ્ય સમાચારવાંકાનેર : પવિત્ર રમઝાન માસ નિમિત્તે મારવેલ ગ્રુપના મોમીન યુવાનો દ્વારા રાહતભાવે...

    વાંકાનેર : પવિત્ર રમઝાન માસ નિમિત્તે મારવેલ ગ્રુપના મોમીન યુવાનો દ્વારા રાહતભાવે તરબૂચ વિતરણની પ્રશંસનીય કામગીરી…

    પવિત્ર રમઝાન માસની શરૂઆત થતા જ વાંકાનેર તાલુકામાં માનવતા અને ભાઈચારાનું ઉત્તમ ઉદાહરણ જોવા મળ્યું છે. જેમાં રોઝેદારોને ઇફ્તાર સમયે રાહત રહે અને પવિત્ર માસમાં સેવાકીય ભાવના જળવાઈ રહે તે હેતુથી વાંકાનેરના ‘મારવેલ ગ્રુપ’ના મોમીન યુવાનો દ્વારા તાલુકા ભરમાં રાહતભાવે તરબૂચ વિતરણની અનોખી કામગીરી હાથ ધરવામાં આવી છે….

    આ સેવાકીય પ્રવૃતિમાં મારવેલ ગ્રુપના ૩૦૦થી વધુ મોમીન યુવાનો કોઈપણ જાતના સ્વાર્થ વિના રાત-દિવસ પોતાની સેવાઓ આપી રહ્યા છે. જેમાં રમઝાન માસના પ્રથમ દિવસથી જ આ કામગીરીનો પ્રારંભ કરવામાં આવ્યો છે, જેથી રોઝા પાળતા ભાઈઓને ઇફ્તારના સમયે તાજા અને વાજબી ભાવે તરબૂચ આસાનીથી મળી રહે. આ સેવાકીય પ્રવૃત્તિના મુખ્ય વિતરણ કેન્દ્રો તરીકે દાણાપીઠ ચોક, ચંદ્રપુર નેશનલ હાઇવે, સિંધાવદર રેલવે સ્ટેશન તથા મહીકાના બોર્ડ પાસે તરબૂચનું સીધું વેચાણ કરવામાં આવી રહ્યું છે.

    ઉપરાંત સમગ્ર તાલુકાને આવરી લેવા માટે ચંદ્રપુર, તીથવા, મહીકા, વીડી ભોજપરા અને કોઠારીયા સહિત પાંચ ગામોને ‘સ્ટોરેજ પોઇન્ટ’ બનાવી અહીંથી તાલુકાના ૪૦થી વધુ ગામોમાં રાહતભાવે તરબૂચ પહોંચાડવામાં આવી રહ્યા છે. મોમીન યુવાનોના આ નિઃસ્વાર્થ સેવાકાર્ય અને મેનેજમેન્ટની સમગ્ર પંથકમાં પ્રશંસા થઈ રહી છે….

    વાંકાનેર વિસ્તારમાં બનતી દરેક ઘટના અને દરેક સમાચારો સૌથી પહેલા મેળવવા માટે ચક્રવાત ન્યુઝ સાથે જોડાઓ….🗞️

    👉🏻 નીચેની લિંક પર ક્લિક કરી અમારા WhatsApp ગ્રુપમાં જોડાઓ અને અન્ય લોકોને પણ આ લિંક Share કરી તેમને આપણી સાથે જોડો…..👇🏻👇🏻👇🏻

    https://chat.whatsapp.com/CM3VCXVSYMRIheFnSVRPFL?mode=wwt

     

    RELATED ARTICLES

    Most Popular

    Recent Comments

    error: Content is protected !!