Saturday, February 28, 2026
More
    Homeમુખ્ય સમાચારવાંકાનેર શહેર નજીક હાઇવે પર રસ્તો ઓળંગતા વૃદ્ધને બોલેરો ચાલકે હડફેટે લેતાં...

    વાંકાનેર શહેર નજીક હાઇવે પર રસ્તો ઓળંગતા વૃદ્ધને બોલેરો ચાલકે હડફેટે લેતાં સર્જાયો અકસ્માત….

    વાંકાનેર શહેર નજીક મોરબી હાઇવે પર રસ્તો ક્રોસ કરી રહેલા એક વૃદ્ધને પુર ઝડપે આવતા. બોલેરો ચાલકે હડફેટે લેતા અકસ્માત સર્જાયો હોય, જેમાં વૃદ્ધને ગંભીર ઈજાઓ પહોંચતા આ મામલે ઈજાગ્રસ્તના પુત્રએ વાંકાનેર સીટી પોલીસ મથકમાં બોલેરો ચાલક વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે….

    બનાવની પ્રાપ્ત વિગતો મુજબ વાંકાનેર શહેર નજીક નેશનલ હાઇવે પર જસદણ સીરામીકની ઓફીસ સામે પગપાળા રસ્તો ઓળંગતા રામજીભાઈ ધરજીયા નામના વૃદ્ધને બોલેરો પિકઅપ વાહન નં. GJ 36 V 4672 ના ચાલકે પોતાનું વાહન ગફલતભરી અને બેદરકારીથી હંકારીને હડફેટે લેતાં અકસ્માતમાં વૃદ્ધને શરીરે ગંભીર ઈજાઓ પહોંચતા તાત્કાલિક સારવાર અર્થે હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા, જે બાદ આ બનાવ અંગે ઈજાગ્રસ્ત રામજીભાઈના પુત્ર સુરેશભાઇ ધરજીયા (રહે. વીસીપરા, વાંકાનેર)એ વાંકાનેર સીટી પોલીસમાં બોલેરો ચાલક વિરુદ્ધ ફરીયાદ નોંધાવી છે…

    વાંકાનેર વિસ્તારમાં બનતી દરેક ઘટના અને દરેક સમાચારો સૌથી પહેલા મેળવવા માટે ચક્રવાત ન્યુઝ સાથે જોડાઓ….🗞️

    👉🏻 નીચેની લિંક પર ક્લિક કરી અમારા WhatsApp ગ્રુપમાં જોડાઓ અને અન્ય લોકોને પણ આ લિંક Share કરી તેમને આપણી સાથે જોડો…..👇🏻👇🏻👇🏻

    https://chat.whatsapp.com/CM3VCXVSYMRIheFnSVRPFL?mode=wwt

     

    RELATED ARTICLES

    Most Popular

    Recent Comments

    error: Content is protected !!