Saturday, February 28, 2026
More
    Homeમુખ્ય સમાચારવાંકાનેર વિસ્તારમાંથી વિજ લાઇનની કામગીરી દરમ્યાન એલ્યુમિનિયમ વાયરની ચોરી કરનાર ગેંગનો પર્દાફાશ...

    વાંકાનેર વિસ્તારમાંથી વિજ લાઇનની કામગીરી દરમ્યાન એલ્યુમિનિયમ વાયરની ચોરી કરનાર ગેંગનો પર્દાફાશ : 14.13 લાખના મુદ્દામાલ સાથે પાંચ ઇસમો ઝડપાયાં….

    આરોપીઓએ વિજતારને ભંગારના ડેલાવાળાને વેંચી ઓગાળી ઢાળીયા બનાવી નાંખ્યા, તમામ મુદ્દામાલ રીકવર કરતી પોલીસ….

    મોરબી એલ.સી.બી. ટીમ દ્વારા વાંકાનેર તાલુકામાં નવી વિજ લાઇન નાખવાની કામગીરી દરમ્યાન થયેલ એલ્યુમિનિયમ ઇલેક્ટ્રિક વાયર ચોરીના બનાવોમાં સંડોવાયેલી ગેંગનો પર્દાફાશ કર્યો છે. જેમાં પોલીસ દ્વારા ચાર મુખ્ય આરોપી અને ચોરીનો માલ રાખનાર એક વ્યક્તિ સહિત કુલ પાંચ આરોપીઓને ઝડપી પાડી રૂ. 14,13,500 નો મુદ્દામાલ જપ્ત કર્યો છે…

    બનાવની પ્રાપ્ત માહિતી મુજબ, વાંકાનેર તાલુકાના વિવિધ ગામોમાં રાત્રિના સમયે નવી વીજ લાઇન નાખવાની કામગીરી દરમ્યાન થાંભલા પર લગાવેલ એલ્યુમિનિયમ ઇલેક્ટ્રિક વાયર કાપીને ચોરી કરવામાં આવતી હોય, આ બાબતે વિજ લાઇન નાખવાની કામગીરી કરતી કંપની દ્વારા વાંકાનેર તાલુકા પોલીસમાં ફરિયાદ નોંધાવવામાં આવી હતી.

    આ ગુનાની તપાસ દરમિયાન ખુલાસો થયો હતો કે, છેલ્લા એક-બે મહિનાથી વાંકાનેર તાલુકાના ગામડાઓ પૈકી પાડધરા, ઓળ, માટેલ, સમથેરવા વિસ્તારમાં, હળવદના માથક ગામની સીમ, સાયલાના મોરલ ગામની સીમ તથા મુળીના દુધઇ ગામની સીમમાં ચોરી કરનાર ઇસમો દ્વારા દીવસના બે મોટર સાયકલ પર રેકી કરી વીન્ડ/સોલારના થાંભલાઓ ઉપર નવા એલ્યુમિનિયમ ઇલેકટ્રીક તાર નાખવાનું કામ ચાલુ હોય અને જ્યાં રાત્રી દરમિયાન સીક્યુરીટી ન હોય તેવા સ્થળોને ટારગેટ કરી મોડી રાત્રીના સમયે બોલેરો પીકઅપ તથા વાયર કાપવાના સાધનો સાથે જઇ થાંભલા પરના એલ્યુમિનિયમના ઇલેકટ્રીક તાર કાપી તે મુદ્દામાલની ચોરી કરનાર ગેંગ વાંકાનેર તથા થાન વિસ્તારના ભંગારના ડેલાવાળાને વેંચી ભઠ્ઠીમાં ગળાવી તેના ઢાળીયા કરાવી વેંચી નાખતા હોય, જે ગુનામાં પોલીસે ચોરી કરનાર ગેંગના આરોપી ૧). કુકાભાઇ ઉર્ફે કુકો મનજીભાઇ ડાભી (રહે.વિનયગઢ તા.વાંકાનેર), ૨). શૈલેષભાઇ રમેશભાઇ ગણાદીયા (રહે. સતાપર, તા.વાંકાનેર), ૩). કરણભાઇ ઉર્ફે સંજય રાજાભાઇ ગણાદીયા (રહે.સતાપર તા.વાંકાનેર) અને ૪) ભુરાભાઇ માલાભાઇ સરેયા (રહે. હીરાણા, તા.થાનગઢ) તેમજ ચોરીનો મદામાલ રાખનાર ભંગારના ડેલાવાળા આરોપીઓ ૫). હુશેનભાઇ વલીમામદભાઇ કાસમાણી (રહે.ચંદ્રપુર, તા.વાંકાનેર)ને ઝડપી લીધા હતા.

    જ્યારે અન્ય આરોપી ૧). વિપુલભાઇ રવજીભાઇ મકવાણા (રહે. વિનયગઢ તા.વાંકાનેર), ૨). કિશનભાઇ વેલજીભાઇ ધોરીયા (રહે. શેખરડી તા.વાંકાનેર), ૩). સામજીભાઇ બચુભાઇ કુમખાણીયા (રહે.સરોડી તા.ચોટીલા), ૪) જગાભાઇ હેમુભાઇ મકવાણા (રહે. વિનયગઢ તા.વાંકાનેર) અને ૫) કિશન પ્રેમજી ગોરીયા (રહે. સતાપર તા.વાંકાનેર)ની પણ આ ગુનામાં સંડોવણી ખુલતા તમામને ઝડપી લેવા પોલીસે તજવીજ શરૂ કરી છે….

    આ બનાવમાં પોલીસે આરોપીઓ પાસેથી સાત મોબાઇલ (કિંમત રૂ. ૩૫,૦૦૦), 157 નંગ એલ્યુમિનિયમના ઢાળીયા જેનો વજન આશરે 2650 કિલો (કિંમત રૂ. ૯,૭૫,૨૦૦), બે વાયર કાપવાના કટર, એક બેલ્ટ પટ્ટો, એક ઈલેકટ્રીક ગ્રાઇન્ડર, બે ઇલેકટ્રીક જમ્પર તથા બોલેરો પીકઅપ વાહન નં. GJ 13 AW 8337 (કિંમત રૂ.૪,૦૦,૦૦૦) સહિત કુલ રૂ. 14,13,500ની કિંમતનો મુદ્દામાલ જપ્ત કર્યો છે…

    વાંકાનેર વિસ્તારમાં બનતી દરેક ઘટના અને દરેક સમાચારો સૌથી પહેલા મેળવવા માટે ચક્રવાત ન્યુઝ સાથે જોડાઓ….🗞️

    👉🏻 નીચેની લિંક પર ક્લિક કરી અમારા WhatsApp ગ્રુપમાં જોડાઓ અને અન્ય લોકોને પણ આ લિંક Share કરી તેમને આપણી સાથે જોડો…..👇🏻👇🏻👇🏻

    https://chat.whatsapp.com/CM3VCXVSYMRIheFnSVRPFL?mode=wwt

     

    RELATED ARTICLES

    Most Popular

    Recent Comments

    error: Content is protected !!