Friday, February 13, 2026
More
    Homeમુખ્ય સમાચારમોરબી જિલ્લાના હજયાત્રીઓ માટે વાંકાનેર ખાતે વેક્સિનેશન કેમ્પ યોજાયો....

    મોરબી જિલ્લાના હજયાત્રીઓ માટે વાંકાનેર ખાતે વેક્સિનેશન કેમ્પ યોજાયો….

    મોરબી જિલ્લામાંથી આગામી દિવસોમાં હજયાત્રાએ જનાર તમામ હાજીઓ માટે આજરોજ શુક્રવારે વાંકાનેરના ચંદ્રપુર ગામે આવેલ મોહંમદી લોકશાળા ખાતે વેક્સિનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કેમ્પનું સંયુક્ત આયોજન મોરબી જિલ્લા આરોગ્ય વિભાગ, વાંકાનેર સિવિલ હોસ્પિટલ તેમજ પીર મશાયખ સાર્વજનિક હોસ્પિટલ દ્વારા કરવામાં આવ્યું હતું…

    કેમ્પ દરમિયાન હજયાત્રાએ જનાર તમામ હાજીઓનું જરૂરી વેક્સિનેશન સફળતાપૂર્વક કરવામાં આવ્યું હતું. આ તકે મોરબી જિલ્લા આરોગ્ય અધિકારી ડો. શ્રીવાસ્તવ, વાંકાનેર સિવિલ હોસ્પિટલના સુપરિટેન્ડન્ટ ડો. નરેન્દ્રસિંહ ઝાલા, તાલુકા હેલ્થ ઓફિસર ડો. આરિફ શેરસીયા, ગવર્મેન્ટ નર્સિંગ સ્ટાફ, મોરબી જિલ્લા હજ ટ્રેનર તેમજ પીર મશાયખ હોસ્પિટલની ટીમ હાજર રહી અને હજયાત્રીઓને આરોગ્ય સેવા પ્રદાન કરી હતી…..

    વાંકાનેર વિસ્તારમાં બનતી દરેક ઘટના અને દરેક સમાચારો સૌથી પહેલા મેળવવા માટે ચક્રવાત ન્યુઝ સાથે જોડાઓ….🗞️

    👉🏻 નીચેની લિંક પર ક્લિક કરી અમારા WhatsApp ગ્રુપમાં જોડાઓ અને અન્ય લોકોને પણ આ લિંક Share કરી તેમને આપણી સાથે જોડો…..👇🏻👇🏻👇🏻

    https://chat.whatsapp.com/CM3VCXVSYMRIheFnSVRPFL?mode=wwt

     

    RELATED ARTICLES

    Most Popular

    Recent Comments

    error: Content is protected !!