
બે વર્ષથી પરિણીતાને પતિ-સાસુ દુઃખ ત્રાસ આપતાં અંતે કંટાળી જીવન ટૂંકાવ્યું, આરોપી પતિ અને સાસુ વિરુદ્ધ ગુનો નોંધાયો….
બાબતે પ્રાપ્ત માહિતી અનુસાર ફરિયાદી પ્રભાબેન રઘુભાઈ સારદીયા (ઉ.વ. ૪૩, રહે. માર્કેટિંગ યાર્ડ પાસે, મંછાનગર, રાજકોટ)એ વાંકાનેર તાલુકા પોલીસમાં આરોપી હરેશભાઇ ગોવિંદભાઇ સોરાણી અને લીલાબેન ગોવિંદભાઇ સોરાણી (રહે. બંને ઠીકરીયાળા) વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે કે, ફરિયાદીની દિકરી શિતલના લગ્ન પાંચ વર્ષ પુર્વે ઠીકરીયાળાના હરેશભાઈ સોરાણી સાથે થયા હોય, જેમાં બે વર્ષ પુર્વે ફરિયાદીની દિકરી શિતલને તેના સાસુ લીલાબેનના આડા સંબંધો વિશે જાણ થતાં તેણે આ વાત પતિને કરી હોય,


જોકે આ વાત પતિને ન ગમતા છેલ્લા બે વર્ષથી શીતલને તેના પતિ હરેશભાઈ તથા સાસુ લીલાબેન દ્વારા અવારનવાર ઘરમાં નાની નાની બાબતોમાં હેરાન-પરેશાન કરવામાં આવતી હોય તેમજ ઝઘડા કરવાના, મેણા-ટોણા મારવાના, મારકૂટ કરવા તેમજ માનસિક રીતે ત્રાસ આપવાના કારણે આ ત્રાસથી કંટાળી શીતલબેને ગઇકાલે પોતાના ઘરે ગળાફાંસો ખાઈ આત્મહત્યા કરી લેતાં આ મામલે મૃતકની માતાની ફરિયાદ પરથી વાંકાનેર તાલુકા પોલીસે આરોપી પતિ અને સાસુ વિરુદ્ધ ગુનો નોંધી તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે….
વાંકાનેર વિસ્તારમાં બનતી દરેક ઘટના અને દરેક સમાચારો સૌથી પહેલા મેળવવા માટે ચક્રવાત ન્યુઝ સાથે જોડાઓ….🗞️
👉🏻 નીચેની લિંક પર ક્લિક કરી અમારા WhatsApp ગ્રુપમાં જોડાઓ અને અન્ય લોકોને પણ આ લિંક Share કરી તેમને આપણી સાથે જોડો…..👇🏻👇🏻👇🏻
https://chat.whatsapp.com/CM3VCXVSYMRIheFnSVRPFL?mode=wwt



