ભારત સરકારના મેરા યુવા ભારત યોજના અંતર્ગત આજરોજ વાંકાનેરની મોહંમદી લોકશાળા-ચંદ્રપુર ખાતે ‘ મારો મતદાન અધિકાર ’ વિષયક જાગૃતિ રેલી તેમજ vote ની માનવીય કૃતિ યોજાઈ હતી. કાર્યક્રમ અંતર્ગત સંસ્થાના વિદ્યાર્થીઓ દ્વારા યુવા મતદારોમાં મતદાન અંગે જાગૃતિ લાવવા પ્રયાસ કરાયો હતો….


સાથે જ આ તકે મેરા યુવા ભારત-મોરબી દ્વારા તાલુકા કક્ષાની કબડ્ડી, ખો-ખો તથા એથ્લેટ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હોય, જેમાં ૩૦૦ જેટલા ખેલાડીઓએ ઉત્સાહપૂર્વક ભાગ લીધેલ હતો. જેમાં તાલુકા કક્ષાએ વિજેતા ખેલાડીઓને શિલ્ડ, સર્ટિફિકેટ આપી પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા….




