Monday, February 16, 2026
More
    Homeમુખ્ય સમાચારવાંકાનેર વિધાનસભામાં 8000 મતદારોનો મતાધિકાર છીનવવાનો હિન્ન પ્રયાસ, મતદાર યાદીમાંથી નામો દુર...

    વાંકાનેર વિધાનસભામાં 8000 મતદારોનો મતાધિકાર છીનવવાનો હિન્ન પ્રયાસ, મતદાર યાદીમાંથી નામો દુર કરવા એક જ દિવસમાં આઠ હજાર ફોર્મ નં. ૭ રજુ કરાયાં….

    ચોક્કસ રાજકીય પક્ષ દ્વારા ખોટી રીતે મતાધિકાર છીનવવા માટે રજુ થયેલ ફોર્મ સામે પૂર્વ ધારાસભ્ય મહંમદજાવેદ પીરઝાદાની ચુંટણી અધિકારીને રજૂઆત….

    ૬૭, વાંકાનેર-કુવાડવા વિધાનસભા મતવિસ્તારમાં આશરે ૮,૦૦૦ જેટલા ચોક્કસ ટાર્ગેટ કરેલા મતદારોના નામ મતદાર યાદીમાંથી દૂર કરવા માટે ફોર્મ નં. ૭ રજૂ કરાયા હોવાના ગંભીર આક્ષેપ વાંકાનેર કોંગ્રેસ દ્વારા કરવામાં આવ્યા છે. જેમાં ચોક્કસ રાજકીય પક્ષ દ્વારા નિયમોના ઉલ્લંઘન સાથે ખોટી રીતે મતદારોના મતાધિકાર છીનવવાનો હિન્ન પ્રયાસ કરવામાં આવ્યો હોવાનું સામે આવ્યું છે…

    આ મામલે વાંકાનેરના પૂર્વ ધારાસભ્ય મહંમદજાવેદ પીરઝાદાએ વાંકાનેરના ચુંટણી અધિકારીને લેખિત રજૂઆત કરી છે, જેમાં તેમણે જણાવ્યું છે કે, કોઈપણ આધાર પુરાવા વિના વાંકાનેર વિસ્તારમાંથી ફોર્મ નં. ૭ જમા કરાવીને મતદારોના હકો પર પ્રહાર કરવાની કોશિશ કરવામાં આવી રહી છે, જે ચુંટણી પંચના નિયમોનું સ્પષ્ટ ઉલ્લંઘન છે.

    ભારતના ચુંટણી પંચના તા. ૨૪-૬-૨૦૨૫ના પત્રના ANNEXURE-Bના મુદ્દા નં. ૯ડી(૩) અનુસાર, દાવા અને વાંધા અરજી સ્વીકારવાના સમયગાળા દરમિયાન બીએલએ (BLA) દ્વારા દરરોજ મહત્તમ ૧૦ ફોર્મ જમા કરી શકાય. ઉપરાંત મુદ્દા નં. ૯ડી(૪) મુજબ, ફોર્મની હાર્ડકોપી સ્વીકારતી વખતે ફરજિયાત રીતે તેની યાદી મેળવવી અને અરજીની વિગતો વ્યક્તિગત રીતે ચકાસી સાચી હોવાની ખાતરી લેવી જરૂરી છે. આ તમામ નિયમોને અવગણીને છેલ્લા દિવસે એક સાથે ૮,૦૦૦થી વધુ ફોર્મ નં. ૭ કોઈપણ આધાર પુરાવા વિના ચોક્કસ રાજકીય પક્ષના બીએલએ દ્વારા ચૂંટણી અધિકારી પાસે જમા કરાવવામાં આવ્યા છે. જેના કારણે ખરેખર હકદાર નાગરિકોના મતાધિકાર છીનવાઈ જવાની ભીતિ ઉભી થઈ છે.

    વધુમાં પૂર્વ ધારાસભ્યએ જણાવ્યું કે આ સમગ્ર પ્રક્રિયા ચુંટણી પંચની પારદર્શક કામગીરીને કલંકિત કરતું કાવતરું છે. તેથી તેમણે માંગ કરી છે કે, આધાર પુરાવા વિના જમા થયેલા તમામ ફોર્મ નં. ૭ને બીએલઓ (BLO) સુધી પહોંચાડવામાં ન આવે, તેને ઓનલાઈન ન કરવામાં આવે અને તાત્કાલિક ધોરણે રદબાતલ કરવામાં આવે. આ મામલે હવે ચુંટણી અધિકારી દ્વારા લેવામાં આવનાર નિર્ણય પર તમામ રાજકીય અને નાગરિક વર્ગની નજર મંડાઈ છે…

    વાંકાનેર વિસ્તારમાં બનતી દરેક ઘટના અને દરેક સમાચારો સૌથી પહેલા મેળવવા માટે ચક્રવાત ન્યુઝ સાથે જોડાઓ….🗞️

    👉🏻 નીચેની લિંક પર ક્લિક કરી અમારા WhatsApp ગ્રુપમાં જોડાઓ અને અન્ય લોકોને પણ આ લિંક Share કરી તેમને આપણી સાથે જોડો…..👇🏻👇🏻👇🏻

    https://chat.whatsapp.com/CM3VCXVSYMRIheFnSVRPFL?mode=wwt

     

    RELATED ARTICLES

    Most Popular

    Recent Comments

    error: Content is protected !!