
વાંકાનેર તાલુકાના કણકોટ ગામના વતની અને હાલ દરબારી-ચંદ્રપુર ખાતે રહેતા ઇલેવન ઇલેક્ટ્રિક સ્ટોર વાળા ગનીભાઈ બાદીના નાના દિકરા હિદાયતનું ગત મોડીરાત્રીના 24 વર્ષની નાની ઉંમરમાં દુઃખદ કુદરતી કારણોસર અવસાન થયું છે, મર્હુમની દફનવિધિ આજરોજ બપોરે જોહર બાદ ૨:૩૦ વાગ્યે ચંદ્રપુર ખાતે રાખવામાં આવેલ છે…
હિદાયત બે દિવસ પહેલા જ કંપની ટુરમાં રાજસ્થાન ખાતે ફરવા માટે ગયેલ હોય, જેમાં ગતરાત્રીના માઉન્ટ આબુ ખાતે કુદરતી કારણોસર તેનું દુઃખદ અવસાન થયું હતું, જેની જાણ થતાં જ પરિવારમાં ગમગીની છવાઇ ગઇ છે. જેમાં હાલ આબુથી તેમના મૃતદેહને વાંકાનેર ખાતે લાવવામાં આવી રહ્યો હોય, જેથી મર્હુમની દફનવિધિ આજે બપોરના ૨:૩૦ વાગ્યે ચંદ્રપુર ખાતે કરવામાં આવશે….





