ઘટનાનો વિડીયો જોવા માટે નિચેની લિંક પર ક્લિક કરો…
https://www.facebook.com/share/r/17C9no6Mde/
પંજાબમાં અગાઉ થયેલ માથાકૂટ મામલે આ વાતનો ખાર રાખી પંજાબથી વાંકાનેરના ઢુવા ખાતે રોજગારી માટે આવેલા સરદારજીના બે જુથો વચ્ચે ગતરાત્રીના વાંકાનેરની ઢુવા ચોકડીએ આવેલ દેવદીપ હેર ડ્રેસર નામની દુકાનમાં સશસ્ત્ર બઘડાટી બોલી છે, જે મામલે બંને જુથો દ્વારા એકાબીજા સામે વાંકાનેર તાલુકા પોલીસ મથકમાં સામસામે પોલીસ ફરિયાદ નોંધાવાઇ છે….

બનાવની પ્રાપ્ત વિગતો મુજબ મૂળ પંજાબના વતની અને હાલ વાંકાનેરના સરતાનપર રોડ પર રહેતા જસનીતસિંહ બલબીંદરસિંહ ગીલ (ઉ.વ.૩૪)એ વાંકાનેર તાલુકા પોલીસમાં આરોપી દિલબાગ સુખદેવસિંગ, પ્રીતપાલસિંગ જસવીરસિંગ અને ગુરપ્રિતસિંગ (રહે ત્રણેય પેગ્વિન સિરામિક, બંધુનગર) વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે કે, ચારેક મહિના પહેલા પંજાબમાં ફરિયાદી અને આરોપીઓ વચ્ચે માથાકૂટ થઇ હોય, જેનું મનદુઃખ ચાલતું હોય, ત્યારે ગતરાત્રીના ફરિયાદી અને સાહેદ ઢુવા ચોકડી પાસે દેવદીપ હેર ડ્રેસર ખાતે વાળ કપાવવા માટે ગયા હોય, ત્યારે આરોપીઓ અહીં આવી ફરિયાદી સાથે ઝઘડો કરી છરી વડે હુમલો કરી ફરિયાદી તથા સાહેદને આડેધડ છરી(કરપાલ)ના ઘા મારી ઇજાઓ પહોંચાડી હતી….

જ્યારે આ જ બનાવમાં સામાપક્ષે ફરિયાદી દિલબાગ સુખદેવસિંઘ ઓલક (ઉ.વ. ૩૨)એ આરોપી જસનિતસિંહ બલવીંદરસિંહ ગીલ અને ગુરુસેવક ગુરમીતસિંઘ ગીલ (રહે. બંને સરતાનપર) વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે કે, ગઇકાલ રાત્રીના ફરિયાદી તથા સાહેદ પ્રીતપાલસિંઘ અને ગુરુપ્રીતસિંઘ ત્રણેય ઢુવા ચોકડીએ જમીને વાળ કપાવવા દેવદીપ હેર ડ્રેસર ગયા હોય, જ્યાં દુકાનમાં અગાઉ પંજાબમાં જેની સાથે મનદુઃખ ચાલતું હોય તે બંને આરોપીઓ અહીં હાજર હોય, જેથી બંને પક્ષો વચ્ચે માથાકૂટ થતાં ફરિયાદીએ પોતાની પાસે રહેલ છરી બચાવ માટે કાઢતા આરોપી ગુરુસેવકે ફરિયાદીના હાથમાંથી છરી લઈને ફરિયાદી તથા સહેદો પર હુમલો કરી આડેધડ ઘા કરી ઇજાઓ પહોંચાડી હતી, જેથી આ બનાવમાં વાંકાનેર તાલુકા પોલીસે બંને પક્ષોની સામસામે ફરિયાદ નોંધી વધુ તપાસ શરૂ કરી છે….



