મોરબી એલસીબી ટીમના વાંકાનેર વિસ્તારમાં પેટ્રોલિંગ દરમ્યાન ઢુવા નજીકથી શંકાસ્પદ બાઇક સાથે પસાર થતા એક ઈસમને રોકી પૂછપરછ કરી બાઇક અંગે પોકેટકોપ એપમાં સર્ચ કરતાં બાઇક રાજકોટ શહેરના આજીડેમ પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી ચોરી થયેલ હોવાનો ખુલાસો થતાં પોલીસે બાઈક ચાલક આરોપી વનરાજભાઈ બચુભાઈ સાડમીયા (ઉ.વ. ૨૧, રહે. હાલ વરમોરા સીરામીકના ખાચામાં, ઢુવા)ને ઝડપી પાડી,
પ્રાથમિક પુછપરછ કરતા આ બાઇક આરોપીએ રૂ. ૮,૦૦૦ માં અન્ય આરોપી વિજય ઉર્ફે સાગર ઉર્ફે બગો રણછોડભાઈ જોગરજીયા (રહે. લાખણકા, તા. ચોટીલા) પાસેથી ખરીદ્યું હોવાની કબૂલાત આપતા પોલીસે રૂ. ૨૫,૦૦૦ ના ચોરાયેલ બાઇક સાથે આરોપી વનરાજને ઝડપી પાડી અન્ય ફરાર આરોપી બગાને ઝડપી લેવા ચક્રો ગતિમાન કર્યા છે….