Thursday, September 11, 2025
More
    Homeમુખ્ય સમાચારમાનવતાની મહેક...: વાંકાનેરના મોટાભાગના ગ્રામ્ય વિસ્તારોમાંથી પંજાબના પુરગ્રસ્તો માટે મદદનો ધોધ વહ્યો....

    માનવતાની મહેક…: વાંકાનેરના મોટાભાગના ગ્રામ્ય વિસ્તારોમાંથી પંજાબના પુરગ્રસ્તો માટે મદદનો ધોધ વહ્યો….

    છેલ્લા એક અઠવાડિયાથી પંજાબમાં અતિ ભારે વરસાદના કારણે 15 થી વધારે જિલ્લાઓ સંપૂર્ણ પણે પાણીમાં ડૂબી જતાં જનજીવન અસ્તવ્યસ્ત થતા આ વિસ્તારોમાં નાગરિકોને હાલ ભોજન, કપડા, સ્વચ્છ પાણી, ઠંડીથી બચવા ગરમ વસ્ત્રો સહિત જીવન જરૂરી વસ્તુઓની તાતી જરૂરિયાત હોય, ત્યારે વાંકાનેર તાલુકાના ગ્રામ્ય વિસ્તારના નાગરિકો માનવતા મહેકાવી નાત-જાતના ભેદભાવથી પર બની પંજાબના પુર અસરગ્રસ્તોની મદદથી આવ્યા છે….

    માનવતા માટે સ્વયંભૂ રીતે શરૂ થયેલા આ અભિયાનમાં વાંકાનેરના પીપળીયા રાજ, વાલાસણ, અરણીટીંબા, તિથવા, કલાવડી, રાણેકપર, વાંકીયા, પ્રતાપગઢ, કોઠી, રાતીદેવરી, ચંદ્રપુર, રસીકગઢ, પંચાસર, પંચાસીયા સહિત મોટાભાગના ગામોમાંથી લોકો પુર અસરગ્રસ્ત દેશવાસીઓ માટે પોતાના ઘરોમાંથી દિલ ખોલી મદદ કરી કરી કપડાં, ભોજનનો સરસામાન, રોકડ રકમ, વરસાદ તથા ઠંડીથી બચવા માટેના વસ્ત્રો, પ્લાસ્ટિક, વાસણ સહિત દરેક જીવન જરૂરિયાત વસ્તુઓની મદદ કરી રહ્યા છે, જે તમામ વસ્તુઓ એક જગ્યાએ એકત્ર કરી તેમાંથી રાહત કીટો બનાવી ટ્રક કન્ટેનર ભરી પંજાબ રવાના કરવાની તૈયારીઓ હાલ પુરજોશમાં ચાલી રહી છે….

    વાંકાનેર વિસ્તારમાં બનતી દરેક ઘટના અને દરેક સમાચારો સૌથી પહેલા મેળવવા માટે ચક્રવાત ન્યુઝ સાથે જોડાઓ….🗞️

    👉🏻 નીચેની લિંક પર ક્લિક કરી અમારા WhatsApp ગ્રુપમાં જોડાઓ અને અન્ય લોકોને પણ આ લિંક Share કરી તેમને આપણી સાથે જોડો…..👇🏻👇🏻👇🏻

    https://chat.whatsapp.com/LEfbmZ6pQ87LVudGhdlIEn?mode=ac_t

    RELATED ARTICLES

    Most Popular

    Recent Comments

    error: Content is protected !!