વાંકાનેર શહેરના ભરવાડ પરા વિસ્તારમાં રહેતા યુવાનને પત્ની સાથે મનમેળ ન હોય અને અવારનવાર ઝઘડા થતા હોય, ત્યારે ઘર કંકાસથી કંટાળી યુવાને અઘટીત પગલું ભરી પોતાના ઘરે ગળાફાંસો ખાઈ જીવન ટૂંકાવી લીધું હોવાનો બનાવ સામે આવ્યો છે….
બનાવની પ્રાપ્ત વિગતો મુજબ વાકાનેર શહેરના ભરવાડ પરા વિસ્તારમાં રહેતા જગદીશભાઈ મોનાભાઈ મકવાણા/ફાંગલીયા (ઉ.વ. ૩૫) નામના યુવકને પત્ની સાથે મનમેળ ન હોય, ઘર કંકાસ થતો હોય, જેથી અવારનવાર પત્ની રિસામણે જતી રહેતી હોય, ત્યારે મનોમન આ વાતનું લાગી આવતા યુવાને પોતાના ઘરે ગળાફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો, જેથી આ બનાવની વાંકાનેર સીટી પોલીસે અકસ્માત મૃત્યુ નોંધ કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે….