વાંકાનેરની ગેલેક્સી મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ ખાતે ગઇકાલે ઈદે મિલાદુન્નબી તહેવાર નિમિત્તે રક્તદાન કેમ્પ તથા ફ્રી સર્વરોગ નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હોય, જેમાં મોટી સંખ્યામાં સેવાભાવી બિરાદરોએ ઉત્સાહપૂર્વક રક્તદાન કર્યું હતું તેમજ દર્દીઓએ ફ્રી નિદાન કેમ્પની સેવાઓનો લાભ લીધો હતો…
આ તકે ગેલેક્સી બેન્કના ડિરેક્ટર ઈરફાન પીરઝાદા, ગેલેક્સી ગ્રુપના સ્થાપક અબ્દુલભાઈ બાદી, ગેલેક્સી ચેરિટેબલ ટ્રસ્ટના ચેરમેન લિયાકત બાદી, ડો. નુસરત બાદી, ગેલેક્સી બેન્કના ડિરેક્ટર યુ. એ. કડીવાર, આગેવાનો તથા સ્ટાફ ઉપસ્થિત રહ્યા હતા. આ રક્તદાન કેમ્પમાં લાઈફકેર બ્લડ બેન્ક-મોરબીએ સહકાર પુરો પાડ્યો હતો…