દિનપ્રતિદિન સમાજમાં ગુનાહિત પ્રવૃતિઓ સતત વધી રહી છે, જેમાં આવી ગેરકાયદેસર પ્રવૃત્તિઓમાં સગીર યુવાનોની ભાગીદારી સમાજ માટે લાલબત્તી સમાન બની ગઇ છે, ત્યારે વાંકાનેર સીટી પોલીસ ટીમે અમરસિંહજી હાઇસ્કુલ નજીકથી ઍક્સેસ મોપેડની ડેકીમાં દેશી દારૂની ખેપ મારવા માટે નિકળેલા બે સગીર વયના કિશોરની અટક કરી કાયદાના સંઘર્ષમાં આવેલ બન્ને કિશોરને ડિટેઇન કરી તેના વાલી વારસને સોંપવા તજવીજ હાથ ધરી છે….
બનાવની પ્રાપ્ત વિગતો મુજબ વાંકાનેર સીટી પોલીસ ટીમના ગતરાત્રીના નાઈટ રાઉન્ડ પેટ્રોલિંગ દરમિયાન વાંકાનેર નેશનલ હાઇવે પર અમરસિંહજી હાઈસ્કૂલ પાસે સર્વિસ રોડ ઉપર જીનપરા જકાતનાકા તરફથી આવતા એક ઍક્સેસ મોપેડમાં સવાર બે ઈસમોને રોકી ઍક્સેસ મોપેડની ડેકીમાં તલાસી લેતા તેમાંથી 15 લીટર દેશી દારૂ મળી આવ્યો હતો. જેથી પોલીસે મોપેડ સવાર બન્નેના નામ સરનામાં પૂછતાં તેમના આધાર કાર્ડ પ્રમાણે બંનેની ઉમર માત્ર 15 વર્ષની હોય, જેથી પોલીસે કાયદાના સંઘર્ષમાં આવેલ બન્ને કિશોર સામે પ્રોહિબીશન એક્ટ હેઠળ ગુનો નોંધી ડિટેઇન કરી તેના વાલી વારસને સોંપવામાં તજવીજ હાથ ધરી હતી…
વાંકાનેર વિસ્તારમાં બનતી દરેક ઘટના અને દરેક સમાચારો સૌથી પહેલા મેળવવા માટે ચક્રવાત ન્યુઝ સાથે જોડાઓ….🗞️
👉🏻 નીચેની લિંક પર ક્લિક કરી અમારા WhatsApp ગ્રુપમાં જોડાઓ અને અન્ય લોકોને પણ આ લિંક Share કરી તેમને આપણી સાથે જોડો…..👇🏻👇🏻👇🏻
https://chat.whatsapp.com/F9aigUEWFqrEgQlX797HUm