Friday, September 20, 2024
More
    Homeમુખ્ય સમાચારભારે કરી...: વાંકાનેર તાલુકાના લુણસર ગામે એક બાટલી વિદેશી દારૂ સાથે દસ...

    ભારે કરી…: વાંકાનેર તાલુકાના લુણસર ગામે એક બાટલી વિદેશી દારૂ સાથે દસ લાખની સ્કોર્પિયો જપ્ત કરતી પોલીસ….

    વાંકાનેર તાલુકાના લુણસર ગામના પ્લોટ વિસ્તારમાં તાલુકા પોલીસના પેટ્રોલિંગ દરમિયાન શંકાસ્પદ હાલતમાં પસાર થતી એક સ્કોર્પિયો કારને રોકી તલાશી લેતા કારમાંથી એક નંગ વિદેશી દારૂના ચપલા જેની કિંમત રૂ. 150 મળી આવતાં પોલીસે દસ લાખની કિંમતની કાર તથા વિદેશી દારૂ સહિત કુલ રૂ. 10,00,150 ના મુદ્દામાલ સાથે મોરબીના રહેવાસી યુવાનની અટકાયત કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે…

    બનાવની પ્રાપ્ત વિગતો મુજબ વાંકાનેર તાલુકા પોલીસ ટીમના લુણસર વિસ્તારમાં પેટ્રોલિંગ દરમિયાન લુણસરના પ્લોટ વિસ્તારમાં આવેલ સહકારી મંડળી નજીકથી શંકાસ્પદ હાલતમાં પસાર થતી એક મહીન્દ્રા સ્કોર્પિયો કાર નં. GJ 03 NB 8888 ને રોકી તલાશી લેતા કારમાંથી ૪૦૦ મીલી વિદેશી દારૂની એક બોટલ (કિંમત રૂ. ૧૫૦) મળી આવતાં પોલીસે કાર ચાલક આરોપી મનીષ ઓધવજીભાઈ વસિયાણી (ઉ.વ. 38, રહે.વૃંદાવન પાર્ક, દલવાડી સર્કલ, મોરબી, મૂળ રહે.લુણસર)ની વિદેશી દારૂ તથા દસ લાખની કિંમતની કાર સહિત કુલ રૂ. 10,00,150 ના મુદ્દામાલ સાથે અટકાયત કરી આરોપી વિરુદ્ધ પ્રોહીબિશન એકટ મુજબ ગુન્હો નોંધી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે….

    વાંકાનેર વિસ્તારમાં બનતી દરેક ઘટના અને દરેક સમાચારો સૌથી પહેલા મેળવવા માટે ચક્રવાત ન્યુઝ સાથે જોડાઓ….🗞️

    👉🏻 નીચેની લિંક પર ક્લિક કરી અમારા WhatsApp ગ્રુપમાં જોડાઓ અને અન્ય લોકોને પણ આ લિંક Share કરી તેમને આપણી સાથે જોડો…..👇🏻👇🏻👇🏻

    https://chat.whatsapp.com/EoJQt2myi9pA3z1D8mU7Jc

    RELATED ARTICLES

    Most Popular

    Recent Comments

    error: Content is protected !!