વાંકાનેર તાલુકાના તરકીયા ગામની સીમમાં સરકારી ખરાબાની જગ્યામાં ધમધમતા દેશી દારૂના નેટવર્ક પર પોલીસે દરોડો પાડી દેશી દારૂ બનાવવાના ૧૬૦૦ લિટર આથા સાથે એક શખ્સની ધરપકડ કરી છે….
બનાવની પ્રાપ્ત વિગતો અનુસાર, વાંકાનેર તાલુકા પોલીસનો સર્વેલન્સ સ્ટાફ પેટ્રોલિંગમાં હોય દરમ્યાન સ્ટાફને ખાનગી રાહે બાતમી મળી હતી કે, વાંકાનેરના તરકીયા ગામની સીમમાં આવેલી ખરાબાની જગ્યામાં કેટલાક તત્વો દ્વારા ગેરકાયદેસર રીતે દેશી દારૂ બનાવવાની પ્રવૃત્તિ ચલાવવામાં આવી રહી છે, જેના આધારે પોલીસે સ્થળ પર દરોડો પાડી દેશી દારૂ બનાવવા માટે ઉપયોગમાં લેવાતો ૧૬૦૦ લિટર જેટલા ‘ઠંડો આથો’ સહિત રૂ. ૪૦,૦૦૦ના મુદ્દામાલ સાથે આરોપી વિજયભાઈ ભુપતભાઈ મકવાણા (રહે. તરકીયા ગામની સીમમાં, તા. વાંકાનેર)ને રંગેહાથ ઝડપી પાડી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી…
વાંકાનેર વિસ્તારમાં બનતી દરેક ઘટના અને દરેક સમાચારો સૌથી પહેલા મેળવવા માટે ચક્રવાત ન્યુઝ સાથે જોડાઓ….🗞️
👉🏻 નીચેની લિંક પર ક્લિક કરી અમારા WhatsApp ગ્રુપમાં જોડાઓ અને અન્ય લોકોને પણ આ લિંક Share કરી તેમને આપણી સાથે જોડો…..👇🏻👇🏻👇🏻
https://chat.whatsapp.com/CM3VCXVSYMRIheFnSVRPFL?mode=wwt






