વાંકાનેર તાલુકાના સરધારકા-વાંકાનેર રોડ પર એક ગમખ્વાર અકસ્માતની ઘટના સામે આવી છે, જેમાં એક બેફામ દોડતા ટ્રક ચાલકે અચાનક કાવુ મારીને (કટ મારીને) સામેથી આવતા ડબલ સવારી એક્ટિવાને હડફેટે લેતાં દલડી ગામના બે આશાસ્પદ યુવાનોને ગંભીર ઈજાઓ પહોંચી હતી, જે બાદ અકસ્માત સર્જીને ટ્રક ચાલક પોતાનું વાહન ઘટનાસ્થળે જ મૂકીને ફરાર થઈ ગયો હતો….

બનાવની પ્રાપ્ત વિગતો અનુસાર, વાંકાનેર તાલુકાના દલડી ગામે રહેતા ફરિયાદી અબ્દુલભાઇ અલીભાઇ પરાસરાના પુત્ર મોહમદસુબહાનરઝા અને તેમના ભત્રીજા દાનીશ ગુલામમહમદભાઇ પરાસરા પોતાનું એક્ટિવા નં. GJ-03-HP-9541 લઈને પલાસડી ગામેથી પોતાના ગામ દલડી પરત ફરી રહ્યા હોય, ત્યારે સરધારકા-વાંકાનેર રોડ પર સરધારકા ગામ પાસે આવેલા શ્રી લક્ષ્મી સ્ટોન ક્રશર પ્લાન્ટ નજીક સામેથી આવતા ટાટા કંપનીના ટ્રકના નં. GJ 15 XX 9944ના ચાલકે પોતાનું વાહન અત્યંત ગફલતભરી રીતે અને પૂરઝડપે ચલાવી,


અચાનક જ એક્ટિવાને કાવુ મારી ટક્કર મારતાં એક્ટિવા પર સવાર બંને યુવાનો જમીન પર પટકાતા તેમના શરીરે ગંભીર ઈજાઓ પહોંચી હતી. જેથી ઈજાગ્રસ્તોને તાત્કાલિક ધોરણે સારવાર અર્થે હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા છે. અકસ્માત સર્જ્યા બાદ ટ્રક ચાલક પોતાનો ટ્રક ત્યાં જ મૂકીને નાસી છૂટ્યો હતો. આ બનાવ સંદર્ભે ઈજાગ્રસ્ત યુવાનના પિતા અબ્દુલભાઇ પરાસરાએ વાંકાનેર તાલુકા પોલીસ મથકમાં ટ્રક ચાલક વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે….
વાંકાનેર વિસ્તારમાં બનતી દરેક ઘટના અને દરેક સમાચારો સૌથી પહેલા મેળવવા માટે ચક્રવાત ન્યુઝ સાથે જોડાઓ….🗞️
👉🏻 નીચેની લિંક પર ક્લિક કરી અમારા WhatsApp ગ્રુપમાં જોડાઓ અને અન્ય લોકોને પણ આ લિંક Share કરી તેમને આપણી સાથે જોડો…..👇🏻👇🏻👇🏻
https://chat.whatsapp.com/CM3VCXVSYMRIheFnSVRPFL?mode=wwt



