Tuesday, March 10, 2026
More
    Homeમુખ્ય સમાચારઈરાન-ઈઝરાયલ યુદ્ધની અસર : વાંકાનેરનો રિફેક્ટરીઝ ઉદ્યોગ મુશ્કેલીમાં, રો-મટિરિયલ્સની આયાત અટકી તથા...

    ઈરાન-ઈઝરાયલ યુદ્ધની અસર : વાંકાનેરનો રિફેક્ટરીઝ ઉદ્યોગ મુશ્કેલીમાં, રો-મટિરિયલ્સની આયાત અટકી તથા એક્સપોર્ટ ઓર્ડર પેન્ડિંગ…

    હાલ વિશ્વમાં ચાલી રહેલા ઈરાન-ઈઝરાયલ વચ્ચેના યુદ્ધની અસર માત્ર તે દેશો સુધી મર્યાદિત રહી નથી, પરંતુ તેની સીધી અને આડકતરી અસર વિવિધ દેશોના ઉદ્યોગો પર પણ જોવા મળી રહી છે. આ પરિસ્થિતિમાં વાંકાનેર તાલુકાનો રિફેક્ટરીઝ & મિનરલ્સ ઉદ્યોગ પણ ગંભીર મુશ્કેલીમાં મુકાયો છે.

    મળતી માહિતી મુજબ યુદ્ધને કારણે રિફેક્ટરીઝ & મિનરલ્સ ઉદ્યોગ માટે ઉપયોગી રો-મટિરિયલ્સની આયાત અટકી પડી હોય તેમજ વિદેશમાં મોકલવાના એક્સપોર્ટ ઓર્ડરો પણ પેન્ડિંગ થઈ ગયા છે. જેના કારણે ફેક્ટરીઓમાં તૈયાર થયેલી પ્રોડક્ટના ગોડાઉન ભરાઈ જતાં ઉદ્યોગકારો માટે ઉત્પાદન ચાલુ રાખવું મુશ્કેલ બની રહ્યું છે….

    આ અંગે વાંકાનેર ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝના પ્રમુખ પ્રજ્ઞેશભાઈ પટેલે જણાવ્યું હતું કે, ઈરાન અને ઈઝરાયલ વચ્ચે શરૂ થયેલા યુદ્ધની અસર ઘણા ઉદ્યોગો પર પડી રહી છે. વાંકાનેરનો રિફેક્ટરીઝ ઉદ્યોગ પણ તેની અસરથી બચી શક્યો નથી. હાલ વિદેશમાં મોકલવાના એક્સપોર્ટ ઓર્ડર અટવાઈ ગયા છે અને રો મટિરિયલ્સની આયાત બંધ થઈ ગઈ હોવાથી ઉત્પાદન પ્રક્રિયા પર ગંભીર અસર પડી છે….

    તેમણે વધુમાં જણાવ્યું હતું કે, રિફેક્ટરીઝ પ્રોડક્ટ બનાવવા માટે અમુક પ્રમાણમાં રો મટિરિયલ્સ વિદેશથી આયાત કરવામાં આવે છે જ્યારે બાકીની સામગ્રી લોકલ માર્કેટમાંથી જુદી જુદી કંપનીઓ અને સપ્લાયરો પાસેથી મેળવવામાં આવે છે. પરંતુ હાલની યુદ્ધની સ્થિતિને કારણે આયાત પ્રક્રિયા ખોરવાઈ જતાં ઉદ્યોગકારોની મુશ્કેલીઓમાં વધારો થયો છે. જો આવનારા સમયમાં પરિસ્થિતિમાં સુધારો નહીં થાય તો વાંકાનેરની અંદાજે 50 થી 60 જેટલી રિફેક્ટરીઓ બંધ કરવાની નોબત આવી શકે છે. જેના કારણે લગભગ 3000 જેટલા કામદારો, મજૂરો અને કર્મચારીઓ બેરોજગાર બનવાની શક્યતા છે.

    આ ઉપરાંત રિફેક્ટરીઝ ઉદ્યોગ સાથે જોડાયેલા ટ્રાન્સપોર્ટ વ્યવસાય, લોડિંગ-અનલોડિંગ કામદારો તેમજ ફેક્ટરી આસપાસના નાના-મોટા વેપારીઓના ધંધા પર પણ તેની નકારાત્મક અસર થવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે. યુદ્ધની સ્થિતિને કારણે લોકલ માર્કેટમાં પણ માંગમાં નોંધપાત્ર ઘટાડો નોંધાયો છે, જેના કારણે ઉદ્યોગકારો માટે હાલની પરિસ્થિતિ વધુ ચિંતાજનક બની છે. ઉદ્યોગકારોના મતે જો યુદ્ધની પરિસ્થિતિ જલ્દી સમાપ્ત નહીં થાય તો વાંકાનેરના રિફેક્ટરીઝ ઉદ્યોગને ભારે આર્થિક નુકસાન સહન કરવું પડી શકે છે….

    વાંકાનેર વિસ્તારમાં બનતી દરેક ઘટના અને દરેક સમાચારો સૌથી પહેલા મેળવવા માટે ચક્રવાત ન્યુઝ સાથે જોડાઓ….🗞️

    👉🏻 નીચેની લિંક પર ક્લિક કરી અમારા WhatsApp ગ્રુપમાં જોડાઓ અને અન્ય લોકોને પણ આ લિંક Share કરી તેમને આપણી સાથે જોડો…..👇🏻👇🏻👇🏻

    https://chat.whatsapp.com/CM3VCXVSYMRIheFnSVRPFL?mode=wwt

     

    RELATED ARTICLES

    Most Popular

    Recent Comments

    error: Content is protected !!