વાંકાનેર તાલુકાના રાણેકપર ગામની ખારી સીમમાં ગઈકાલે સાંજના સમયે એક યુવાનનું પાણી ભરેલા ખાડામાં ડૂબી જવાથી કરૂણ મોત નીપજ્યું હોવાની ઘટના સામે આવી છે, જેના પગલે આ બનાવની વાંકાનેર સીટી પોલીસે અકસ્માત મૃત્યુ નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે….


બનાવની પ્રાપ્ત માહિતી અનુસાર, વાંકાનેર તાલુકાના રાણેકપર ગામની ખારી સીમમાં આવેલા એક પાણીના ખાડામાં ગઈકાલે કોઈ કારણસર આશરે ૩૦ થી ૩૫ વર્ષીય યુવાન પાણીમાં પડી જતા ડુબી જવાથી તેનું મોત થયું હતું, જેથી આ બનાવની જાણ ગામના નાગરિક અલ્તાફભાઇ હુશેનભાઇ માથકીયા દ્વારા પોલીસને કરવામાં આવી હતી, જેમાં પોલીસની પ્રાથમિક તપાસમાં મૃતકનું નામ ‘રાહુલ’ હોવાનું જાણવા મળ્યું છે, પરંતુ તેનું પૂરું નામ અને સરનામું હજુ સુધી જાણી શકાયું નથી. જેથી હાલ આ બનાવની વાંકાનેર સીટી પોલીસે અકસ્માત મૃત્યુ નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે…
વાંકાનેર વિસ્તારમાં બનતી દરેક ઘટના અને દરેક સમાચારો સૌથી પહેલા મેળવવા માટે ચક્રવાત ન્યુઝ સાથે જોડાઓ….🗞️
👉🏻 નીચેની લિંક પર ક્લિક કરી અમારા WhatsApp ગ્રુપમાં જોડાઓ અને અન્ય લોકોને પણ આ લિંક Share કરી તેમને આપણી સાથે જોડો…..👇🏻👇🏻👇🏻
https://chat.whatsapp.com/CM3VCXVSYMRIheFnSVRPFL?mode=wwt




