વાંકાનેર રેલ્વે સ્ટેશન પર ફરજ બજાવતા પોલીસ જવાનોએ સતર્કતા અને ફરજનિષ્ઠાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું છે. સ્ટેશન ખાતે પોલીસ પેટ્રોલિંગ દરમિયાન એક પેસેન્જરનું ભૂલાયેલું ૬૫,૦૦૦ની કિંમતનું લેપટોપ શોધીને તેના મૂળ માલિકને સહી-સલામત પરત કર્યું છે….


વાંકાનેર આઉટ પોસ્ટના પોલીસ કર્મચારીઓ આજરોજ વાંકાનેર રેલ્વે સ્ટેશન પર નિયમિત પેટ્રોલિંગ કરી રહ્યા હોય, ત્યારે પ્લેટફોર્મ નંબર ૩ પર એક બેગ બિનવારસી હાલતમાં જોવા મળતા પોલીસે બેગની તપાસ કરતા તેમાંથી એચપી કંપનીનું આશરે રૂ. ૬૫,૦૦૦ની કિંમતનું લેપટોપ મળી આવ્યું હતું, જેથી પોલીસે લેપટોપ અને બેગના માલિકની તપાસ કરતાં આ સામાન મહારાષ્ટ્રના રહેવાસી શિવમ શુભનારાયણ ત્રિપાઠી નામના પેસેન્જરનો હોય, જે જબલપુર-સોમનાથ એક્સપ્રેસ ટ્રેનમાંથી ઉતર્યા બાદ પ્લેટફોર્મ નંબર ૩ પર ભૂલથી પોતાનું લેપટોપ સાથેનું બેગ ભૂલી ગયા હતા. જેથી પોલીસે માલિકની યોગ્ય ઓળખ અને ખરાઈ કર્યા બાદ, મૂળ માલિક શિવમભાઈને તેમનું બેગ અને લેપટોપ પરત સોંપી સુંદર કામગીરી કરી હતી…
વાંકાનેર વિસ્તારમાં બનતી દરેક ઘટના અને દરેક સમાચારો સૌથી પહેલા મેળવવા માટે ચક્રવાત ન્યુઝ સાથે જોડાઓ….🗞️
👉🏻 નીચેની લિંક પર ક્લિક કરી અમારા WhatsApp ગ્રુપમાં જોડાઓ અને અન્ય લોકોને પણ આ લિંક Share કરી તેમને આપણી સાથે જોડો…..👇🏻👇🏻👇🏻
https://chat.whatsapp.com/CM3VCXVSYMRIheFnSVRPFL?mode=wwt




