16 ફેબ્રુઆરીના રોજ મતદાન અને 18ના મતગણતરી…: ગ્રામ પંચાયતોની ચૂંટણી પાછળ ઠેલવાઇ…
ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી માટે બ્યૂગલ ફૂંકાઈ ચૂક્યું છે. રાજ્યની જૂનાગઢ મહાનગર પાલિકા અને 66 નગરપાલિકાઓમાં ચૂંટણીની જાહેરાત કરવામાં આવી છે. જેમાં 16મી ફેબ્રુઆરીએ મતદાન અને 18મીએ મતગણતરી હાથ ધરવામાં આવશે. આ વિસ્તારોમાં આજથી જ આચારસંહિતાનો અમલ શરૂ થઈ ચૂક્યો છે. મનપા અને ન.પા.ની સામાન્ય ચૂંટણીની સાથે જ કઠલાલ, કપડવંજ અને ગાંધીનગર તાલુકા પંચાયતની સામાન્ય ચૂંટણી યોજાશે, જ્યારે બોટાદ અને વાંકાનેર નગરપાલિકાની મધ્યસત્ર ચૂંટણીની જાહેરાત કરવામાં આવી છે….
સામાન્ય ચૂંટણીની સાથે જે પાલિકા અને પંચાયતમાં બેઠકો ખાલી પડી છે, ત્યાં પેટાચૂંટણીની પણ જાહેરાત કરવામાં આવી છે. જેમાં ત્રણ મહાનગરપાલિકાની ત્રણ બેઠકો, નગરપાલિકાની ખાલી પડેલી 21 બેઠક, જિલ્લા પંચાયતની 9 બેઠક અને તાલુકા પંચાયતની 91 બેઠકો પર પેટાચૂંટણી યોજાશે. આ તમામ બેઠકો પર પણ 16 ફેબ્રુઆરીએ મતદાન અને 18મીએ મતગણતરી હાથ ધરાશે….
અઢી વર્ષથી વહિવટદાર શાસિત વાંકાનેર નગરપાલિકામાં માત્ર 11 માસ માટે પેટાચૂંટણી યોજાશે….
વાંકાનેર નગરપાલિકામાં વર્ષ 2021માં સામાન્ય ચૂંટણી યોજાઈ હોય, જેમાં રાજકીય ખેંચતાણ વચ્ચે રાજ્ય સરકારના શહેરી વિકાસ વિભાગ દ્વારા ઓગષ્ટ-2022 માં વાંકાનેર નગરપાલિકાને સુપરસીડ જાહેર કરી પ્રમુખ, ઉપપ્રમુખ, સભ્યો સહિતની બોડીને રદ કરી વહીવટદાર તરીકે વાંકાનેર મામલતદારની નીમણુંક કરવામાં આવી હોય, ત્યારથી અત્યારે અઢી વર્ષ સુધી વહીવટદારથી ગાડુ ગબડાવવામાં આવતું હોય, જેમાં જુની સામાન્ય ચુંટણીની મુદ્દત પુર્ણ થવાના અગીયાર માસ પુર્વે આજરોજ ચુંટણી પંચ દ્વારા વાંકાનેર નગરપાલિકા માટે પેટા ચૂંટણી જાહેર કરાતાં નવી બોડી ફક્ત 11 માસ માટે જ કાર્યરત રહેશે, જે બાદ ફરી પુનઃ ચૂંટણી યોજાશે, જેના કારણે વાંકાનેર શહેરના મતદારો પણ મુંઝાયા છે….
રાજકીય ખેંચતાણ વાંકાનેર નગરપાલિકામાં કેવો રંગ લાવશે ? ; મતદારો અને નેતાઓ પણ મુંઝાયા…
બે બળીયા જૂથો વચ્ચે રાજકીય ખેંચતાણથી વાંકાનેર નગરપાલિકાને રાજ્ય સરકારે સુપરસીડ જાહેર કરાઈ હોય, જેમાં ધારાસભ્ય અને સંસદના બે જૂથો વચ્ચે ચાલી આવતી વર્ચસ્વની લડાઈ દરમ્યાન જ ચૂંટણીપંચ દ્વારા નગરપાલિકાની ૧૧ માસ માટે પેટા ચૂંટણી જાહેર કરાતાં, વાંકાનેર વિસ્તારના રાજકીય નેતાઓ સાથે શહેરી મતદારો પણ મુંઝવણમાં મુકાયા છે, જેના કારણે હાલ વાંકાનેર વિસ્તારમાં રાજકીય માહોલ પુનઃ ગરમાયો છે…..
વાંકાનેર વિસ્તારમાં બનતી દરેક ઘટના અને દરેક સમાચારો સૌથી પહેલા મેળવવા માટે ચક્રવાત ન્યુઝ સાથે જોડાઓ….🗞️
👉🏻 નીચેની લિંક પર ક્લિક કરી અમારા WhatsApp ગ્રુપમાં જોડાઓ અને અન્ય લોકોને પણ આ લિંક Share કરી તેમને આપણી સાથે જોડો…..👇🏻👇🏻👇🏻
https://chat.whatsapp.com/LW0zizvUzkD8ZB62pi9Fm0