Friday, March 14, 2025
More
    Homeમુખ્ય સમાચારવાંકાનેર નગરપાલિકાની ચૂંટણી માટે તંત્ર દ્વારા તૈયારીઓનો ધમધમાટ શરૂ : 22 બુથમાં...

    વાંકાનેર નગરપાલિકાની ચૂંટણી માટે તંત્ર દ્વારા તૈયારીઓનો ધમધમાટ શરૂ : 22 બુથમાં 32 ઇવીએમ સાથે 115 કર્મચારીઓ તૈનાત કરાશે….

    પાલિકાની ચૂંટણીમાં 240 મતદારો પ્રથમ વખત મતાધિકારનો ઉપયોગ કરશે : 100 વર્ષથી વધુના પાંચ મતદારો…

    વાંકાનેર નગરપાલિકામાં આગામી તા. 16 ફેબ્રુઆરીના રોજ પેટાચૂંટણી યોજાવાની હોય, ત્યારે તેના માટે તંત્ર દ્વારા તૈયારીઓને આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે, જેમાં નગરપાલિકાના કુલ સાત વોર્ડમાં 28 બેઠકો છે, જેમાંથી કુલ 13 બેઠકો બિનહરીફ થતાં હવે બાકીની 15 બેઠકો માટે 32 ઉમેદવારો મેદાનમાં છે. ચૂંટણીને હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે, ત્યારે સ્થાનિક તંત્ર દ્વારા ચૂંટણીને અનુલક્ષીને તમામ પ્રક્રિયા પૂર્ણ કરવામાં આવી છે…

    આ ચુંટણીમાં કુલ 22 બુથ ઉપર મતદાન થશે, જેમાં 13 સંવેદનશીલ મતદાન મથક જાહેર કરવામાં આવેલ છે. 32 ઉમેદવારો માટે 22 બુથ પર કુલ 32 EVM મશીન ઉપયોગમાં લેવામાં આવશે. આ ચૂંટણીમાં 240 જેટલા નવા મતદારો પ્રથમ વખત પોતાના મતાધિકારનો ઉપયોગ કરી પોતાના પસંદગીના ઉમેદવારને પોતાનું સમર્થન આપશે, જ્યારે તો 100 વર્ષથી વધુ ઉંમરના પાંચ મતદારો પણ મહાપર્વની ઉજવણી કરી પાલિકાની ચૂંટણીમાં મતાધિકારનો ઉપયોગ કરી સતાના સહભાગી બનશે. સાથે જ 75 વર્ષથી વધુ ઉંમરના એક ઉમેદવારે પણ આ ચૂંટણીમાં જંપલાવ્યું છે. આ ચુંટણીમાં હજુ સુધી એક પણ આચારસંહિતા ભંગની ફરિયાદ નોંધાયેલ ન હોવાનું વહીવટી તંત્રએ જણાવ્યું છે….

    વાંકાનેર નગરપાલિકાની આ ચુંટણીમાં વહીવટી તંત્ર દ્વારા અંદાજે 115 જેટલા કર્મચારીઓને ફરજ સોંપવામાં આવી હોવાની માહિતી આપવામાં આવી છે….

    નગરપાલિકામાં વોર્ડ વાઇઝ મતદારોની સંખ્યા…

    વાંકાનેર વિસ્તારમાં બનતી દરેક ઘટના અને દરેક સમાચારો સૌથી પહેલા મેળવવા માટે ચક્રવાત ન્યુઝ સાથે જોડાઓ….🗞️

    👉🏻 નીચેની લિંક પર ક્લિક કરી અમારા WhatsApp ગ્રુપમાં જોડાઓ અને અન્ય લોકોને પણ આ લિંક Share કરી તેમને આપણી સાથે જોડો…..👇🏻👇🏻👇🏻

    https://chat.whatsapp.com/F9aigUEWFqrEgQlX797HUm

    RELATED ARTICLES

    Most Popular

    Recent Comments

    error: Content is protected !!