વાંકાનેર તાલુકા પોલીસ ટીમ દ્વારા ચોક્કસ ખાનગી બાતમીને આધારે વાંકાનેર-મોરબી હાઈવે પર ઢુવા નજીકથી પસાર થતી એક સ્વિફ્ટ ડિઝાયર કારમાંથી 400 લિટર દેશી દારૂના જથ્થા સહિત કુલ રૂ. 5.90 લાખનાં મુદ્દામાલ સાથે એક ઇસમને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે…
બનાવની પ્રાપ્ત વિગતો મુજબ વાંકાનેર તાલુકા પોલીસ ટીમ દ્વારા ચોક્કસ ખાનગી બાતમીને આધારે વાંકાનેર-મોરબી હાઇવે પર ઢુવા ગામની સીમમાં રોડ પર ગેલભવાની હોટલ પાસેથી પસાર થતી એક સ્વીફ્ટ ડીઝાઈર કાર નં. GJ 13 AX 3932ને રોકી તલાસી લેતા કારમાંથી 400 લીટર દેશી દારૂ (કિંમત રૂ. ૮૦,૦૦૦) નો જથ્થો મળી આવ્યો હતો, જેથી પોલીસે કાર ચાલક આરોપી ધર્મેશભાઈ રમેશભાઈ મેટાળીયા (રહે. પાંચવડા ચોરાની બાજુમાં, તા. ચોટીલા)ને દેશી દારૂ, કાર તથા એક મોબાઇલ સહિત કુલ રૂ. 5,90,000 ના મુદ્દામાલ સાથે ઝડપી લીધો હતો….
આ બનાવમાં ઝડપાયેલ આરોપીની પ્રાથમિક પૂછપરછમાં દારૂનો જથ્થો મંગાવનાર તરીકે રવિભાઈ ઉર્ફે માસ (રહે. મોરબી) અને દારૂનો જથ્થો મોકલનાર તરીકે વિજયભાઈ ઉર્ફે ભુરો વાલજીભાઈ માલકીયા (રહે. રેશમીયા તા.ચોટીલા)નું નામ ખુલતા પોલીસે ત્રણેય ઇસમો વિરુદ્ધ વાંકાનેર તાલુકા પોલીસ મથકમાં પ્રોહીબિશન એક્ટ હેઠળ ગુનો નોંધી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે…
વાંકાનેર વિસ્તારમાં બનતી દરેક ઘટના અને દરેક સમાચારો સૌથી પહેલા મેળવવા માટે ચક્રવાત ન્યુઝ સાથે જોડાઓ….🗞️
👉🏻 નીચેની લિંક પર ક્લિક કરી અમારા WhatsApp ગ્રુપમાં જોડાઓ અને અન્ય લોકોને પણ આ લિંક Share કરી તેમને આપણી સાથે જોડો…..👇🏻👇🏻👇🏻
https://chat.whatsapp.com/LEfbmZ6pQ87LVudGhdlIEn?mode=ac_t