વાંકાનેર તાલુકાના લાલપર ગામથી કેરાળા ગામ તરફ જવાના કાચા રસ્તે તળાવના કાઠે સ્મશાનની બાજુમાં ઝુંપડી બનાવી દેશી દારૂનો વેપલો કરવામાં આવતો હોવાની ચોક્કસ ખાનગી બાતમીના આધારે સીટી પોલીસ ટીમ દ્વારા સ્થળ પર દરોડો પાડી ઝુંપડીની તલાસી લેતા તેમાંથી 350 લિટર દેશી દારૂ (કિંમત રૂ. ૭૦,૦૦૦) નો જથ્થો મળી આવ્યો હતો, જેથી પોલીસે આ બનાવમાં સ્થળ પર હાજર નહીં મળી આવેલ દેશી દારૂનો વેપલો ચલાવતો આરોપી રફીકભાઈ હબીબભાઈ વીકીયાણી (રહે. ચંદ્રપુર) વિરુદ્ધ પ્રોહીબિશન એક્ટ હેઠળ ગુનો નોંધી સ્થળ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે….
વાંકાનેર વિસ્તારમાં બનતી દરેક ઘટના અને દરેક સમાચારો સૌથી પહેલા મેળવવા માટે ચક્રવાત ન્યુઝ સાથે જોડાઓ….🗞️
👉🏻 નીચેની લિંક પર ક્લિક કરી અમારા WhatsApp ગ્રુપમાં જોડાઓ અને અન્ય લોકોને પણ આ લિંક Share કરી તેમને આપણી સાથે જોડો…..👇🏻👇🏻👇🏻
https://chat.whatsapp.com/LEfbmZ6pQ87LVudGhdlIEn?mode=ac_t