વાંકાનેરના ચંદ્રપુર ગામ ખાતે રહેતા યુવાનને પત્ની સાથે ઝઘડો થતાં પત્ની તેની નાની દીકરીને લઈને નીકળી ગયેલ હોય, જેને શોધમાં નવાપરા-ખડીપરા વિસ્તારમાં રહેતા પત્નીના પિયરમાં ગયેલ યુવાનને અહીં પણ તેની દીકરી ન મળી આવતા એકદમ ઉશ્કેરાઇ જઇ છરી વડે સાસરીયા પર હુમલો કરી ઇજાઓ પહોંચાડતા આ મામલે આરોપી વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાઈ છે…..
બનાવની પ્રાપ્ત વિગતો મુજબ વાંકાનેરના નવાપરા-ખડીપરા વિસ્તારમાં મચ્છુ નદીના કાંઠે રહેતા ફરિયાદી માણેકબેન વેરશીભાઈ મીઠાપરા (ઉ.વ. ૬૫)એ વાંકાનેર સીટી પોલીસમાં આરોપી અનવર ઉર્ફે જુમ્મો કાળુભાઈ શેખ (રહે. ચંદ્રપુર નાલા પાસે, વાંકાનેર) વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે કે, ફરિયાદીની દીકરી ભારતીબેનએ આરોપી સાથે પ્રેમલગ્ન કર્યા હોય, જેમાં બંને પતિ-પત્ની વિશે વાંધો પડતા, ભારતીબેન તેની છ મહિનાની દીકરીને લઈને ઘરેથી નીકળી ગયેલ હોય,
જેની શોધમાં આરોપી ફરિયાદીના ઘરે આવી દરવાજો તોડી, ‘ મારી દીકરી ક્યાં છે ? ‘ તેમ કહીં, દિકરી તથા પત્ની અહીં ન મળી આવતા એકદમ ઉશ્કેરાઇ જઇ આરોપીએ ફરિયાદી તથા તેમના પુત્ર અને પુત્રવધુ પર છરી વડે હુમલો કરી આડેધડ ઘા કરી ઇજાઓ પહોંચતા આ મામલે આરોપી સામે વાંકાનેર સિટી પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઇ છે….