Saturday, March 28, 2026
More
    Homeમુખ્ય સમાચારવાંકાનેરની હવેલી શેરીમાં બાળકોને ઠપકો આપવા મામલે બબાલ : આધેડ મહિલાના ઘરે...

    વાંકાનેરની હવેલી શેરીમાં બાળકોને ઠપકો આપવા મામલે બબાલ : આધેડ મહિલાના ઘરે ઘૂસીને માર મારતાં છ સામે ફરિયાદ નોંધાઈ….

    વાંકાનેર શહેરના દરબારગઢ વિસ્તારમાં ધુળટી રમતા બાળકોની મસ્તીથી કંટાળીને ઠપકો આપનાર એક આધેડ મહિલાના ઘરે જઈને ૫ મહિલા સહિત છ લોકોએ ગાળો આપી માર માર્યો હોવાનો બનાવ સામે આવ્યો છે….

    બનાવની પ્રાપ્ત વિગતો મુજબ વાંકાનેર શહેરની હવેલી શેરી, દરબારગઢ ખાતે રહેતા ફરિયાદી જ્યોતિકાબેન બટુકભાઇ મેઘાણી (ઉ.વ. ૫૨) ગત તા. ૦૪/૦૩ ના રોજ મંદિરેથી દર્શન કરીને પોતાના ઘરે પરત ફરી રહ્યા હોય દરમિયાન શેરીમાં ધુળેતી રમી રહેલા કેટલાક છોકરાઓએ તેમને ‘ગાંડી-ગાંડી’ કહીને હેરાન-પરેશાન કરતા બાળકોની મસ્તીથી કંટાળીને જ્યોતિકાબેન ત્યાં પડેલી બાળકોની એક સાયકલ લઈને પોતાના ઘરે જતા રહ્યા હતા….

    આ બાબતની અદાવત રાખીને થોડીવાર પછી આરોપીઓ ૧). ભાવનાબેન ભાવીનભાઇ કાગડા, ૨). શિતલબેન મીલનભાઇ કાગડા, ૩). નિરાલીબેન કાગડા, ૪). સાવનબેન પ્રદીપભાઇ વાગડીયા, ૫). ખુશ્બુબેન કાનાભાઇ વાળંદ, ૬). પ્રદીપભાઇ વાગડીયા (રહે. બધા હવેલી શેરીના નાકે, દરબારગઢ રોડ, વાંકાનેર) ફરિયાદીના ઘરે ધસી આવી ઉગ્ર બોલાચાલી કરી, ગાળો આપીને માર માર્યો હતો. જેથી આ મામલે મહિલાએ આરોપીઓ સામે વાંકાનેર સીટી પોલીસમાં ફરિયાદ નોંધાવી છે….

    વાંકાનેર વિસ્તારમાં બનતી દરેક ઘટના અને દરેક સમાચારો સૌથી પહેલા મેળવવા માટે ચક્રવાત ન્યુઝ સાથે જોડાઓ….🗞️

    👉🏻 નીચેની લિંક પર ક્લિક કરી અમારા WhatsApp ગ્રુપમાં જોડાઓ અને અન્ય લોકોને પણ આ લિંક Share કરી તેમને આપણી સાથે જોડો…..👇🏻👇🏻👇🏻

    https://chat.whatsapp.com/CM3VCXVSYMRIheFnSVRPFL?mode=wwt

     

    RELATED ARTICLES

    Most Popular

    Recent Comments

    error: Content is protected !!