
વાંકાનેર તાલુકાના ઢુવા માટેલ રોડ પર આવેલ સનહાર્ટ સીરામીક કારખાનામાં સફાઇ કામ દરમ્યાન એક ગંભીર અકસ્માત સર્જાયો હતો, જેમાં કારખાનામાં સફાઈ કામ કરતી મહિલા કામદારનું અકસ્માતે મોત નિપજ્યું હતું….

આ બનાવમાં સનહાર્ટ કારખાના લેબર ક્વાર્ટરમાં રહેતા કમલાબાઈ મનીરામભાઈ સોન (ઉ.વ. ૪૫, મુળ રહે. મધ્યપ્રદેશ) કારખાનામાં સફાઇ કામ કરી રહ્યા હોય, દરમિયાન અચાનક કન્વેયર બેલ્ટમાં તેમની સાડી ફસાઈ જતાં સાડી સાથે માથાના વાળ પણ બેલ્ટમાં આવી જતા તેમને માથાના ભાગે ગંભીર ઇજાઓ પહોંચતા તેમનું મોત થયું હતું, જેથી આ બનાવની વાંકાનેર તાલુકા પોલીસે અકસ્માત મૃત્યુ નોંધ કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે….
વાંકાનેર વિસ્તારમાં બનતી દરેક ઘટના અને દરેક સમાચારો સૌથી પહેલા મેળવવા માટે ચક્રવાત ન્યુઝ સાથે જોડાઓ….🗞️
👉🏻 નીચેની લિંક પર ક્લિક કરી અમારા WhatsApp ગ્રુપમાં જોડાઓ અને અન્ય લોકોને પણ આ લિંક Share કરી તેમને આપણી સાથે જોડો…..👇🏻👇🏻👇🏻
https://chat.whatsapp.com/CM3VCXVSYMRIheFnSVRPFL?mode=wwt




