Saturday, March 7, 2026
More
    Homeમુખ્ય સમાચારવાંકાનેરની દોશી કોલેજમાં મહિલા દિવસ નિમિત્તે Walk For Her કાર્યક્રમ યોજાયો...

    વાંકાનેરની દોશી કોલેજમાં મહિલા દિવસ નિમિત્તે Walk For Her કાર્યક્રમ યોજાયો…

    વિશ્વ મહિલા દિવસ નિમિત્તે વાંકાનેર સ્થિત શ્રી એચ. એન. દોશી આર્ટ્સ એન્ડ આર. એન. દોશી કોમર્સ કોલેજ ખાતે એન.એસ.એસ. યુનિટ દ્વારા આશીર્વાદ ફાઉન્ડેશન-અમદાવાદના સંયુક્ત ઉપક્રમે “Walk For Her” કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમનો મુખ્ય હેતુ મહિલાઓમાં સ્વાસ્થ્ય અંગે જાગૃતિ ફેલાવવાનો હતો. ખાસ કરીને બ્રેસ્ટ કેન્સર અને સર્વાઇકલ કેન્સર જેવી ગંભીર બીમારીઓ અંગે જાગૃતિ લાવવા માટે કોલેજની આશરે ૩૦૦ જેટલી વિદ્યાર્થીનીઓએ રેલી યોજી શહેરમાં જાગૃતિ સંદેશ ફેલાવ્યો હતો…

    આ કાર્યક્રમના ઉદઘાટક તરીકે મોરબી જિલ્લા મહિલા અને બાળ વિકાસ અધિકારી શ્રીમતી જલ્પાબેન ત્રિવેદી ઉપસ્થિત રહ્યા હતા. અતિથિ વિશેષ તરીકે ફિનિશિંગ સ્કૂલ માસ્ટર ટ્રેનર ઉમેશ સુજાનસર, રણધીર સોનારાસર, નમ્રતાબેન મહેતા તેમજ આશીર્વાદ ફાઉન્ડેશન અમદાવાદની પ્રતિનિધિ પ્રજ્ઞાબેન હાજર રહ્યા હતા…

    આ કાર્યક્રમના બીજા સત્રમાં કોલેજમાં યોજાતી વિવિધ પ્રવૃત્તિઓ જેમ કે ફિનિશિંગ સ્કૂલ, ઇનોવેશન ક્લબ, કમ્પ્યુટર કોડિંગ ટ્રેનિંગ, ફેશન ડિઝાઇનિંગ, ઇન્ડિયન ટ્રેડિશનલ ડે વગેરેમાં સક્રિય ભાગ લેનાર વિદ્યાર્થીઓને પ્રમાણપત્રો આપી સન્માનિત કરવામાં આવ્યા હતા…

    વાંકાનેર વિસ્તારમાં બનતી દરેક ઘટના અને દરેક સમાચારો સૌથી પહેલા મેળવવા માટે ચક્રવાત ન્યુઝ સાથે જોડાઓ….🗞️

    👉🏻 નીચેની લિંક પર ક્લિક કરી અમારા WhatsApp ગ્રુપમાં જોડાઓ અને અન્ય લોકોને પણ આ લિંક Share કરી તેમને આપણી સાથે જોડો…..👇🏻👇🏻👇🏻

    https://chat.whatsapp.com/CM3VCXVSYMRIheFnSVRPFL?mode=wwt

     

    RELATED ARTICLES

    Most Popular

    Recent Comments

    error: Content is protected !!