Monday, July 7, 2025
More
    Homeમુખ્ય સમાચારવાંકાનેરની રાતીદેવરી ચોકડી નજીક ત્રિપલ સવારી બાઇક અને છોટાહાથી વચ્ચે સર્જાયો ગમખ્વાર...

    વાંકાનેરની રાતીદેવરી ચોકડી નજીક ત્રિપલ સવારી બાઇક અને છોટાહાથી વચ્ચે સર્જાયો ગમખ્વાર અકસ્માત, ત્રણ ગંભીર રીતે ઇજાગ્રસ્ત….

    વાંકાનેર શહેર નજીક રાતીદેવરી ગામની ચોકડી નજીક આજરોજ ગુરુવારે અહીંથી પસાર થતા એક માલવાહક ટાટા ઇન્ટ્રા છોટા હાથી વાહન અને ત્રિપલ સવારી બાઈક વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો, જેમાં બાઈકમાં બેઠેલ એક માસુમ બાળકી અને ભાઇ-બહેનને ગંભીર ઇજાઓ પહોંચતા તાત્કાલિક સારવાર અર્થે પ્રથમ વાંકાનેર બાદ રાજકોટ સિવિલ હોસ્પિટલ ખાતે રિફર કરવામાં આવ્યા હોવાની માહિતી મળી રહી છે…

    બનાવની વિગતો મુજબ વાંકાનેર શહેર નજીક રાતીદેવરી ગામની ચોકડી પાસે પેટ્રોલ પંપથી આગળ વાંકાનેર તરફથી પુર ઝડપે આવતા ટાટા ઇન્ટ્રા છોટા હાથી માલવાહક ટેમ્પો અને ટંકારા તરફથી આવતા ત્રિપલ સવારી બાઇક વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો, જેમાં ટંકારા ખાતેથી બહેન અને ભાણેજને લઇને વાંકાનેર આવતા બાઇક ચાલક જહાંગીર જુમાભાઈ (ઉ.વ. ૨૨), બહેન સલમાબેન આરીફભાઈ (ઉ.વ. ૩૦) અને પાંચ વર્ષીય ભાણેજ અરીના આરીફભાઈને ગંભીર ઇજાઓ પહોંચતા તાત્કાલિક સારવાર અર્થે પ્રથમ વાંકાનેર સિવિલ હોસ્પિટલ બાદમાં વધુ સારવાર અર્થે રાજકોટ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હોવાની માહિતી મળી રહી છે….

    વાંકાનેર વિસ્તારમાં બનતી દરેક ઘટના અને દરેક સમાચારો સૌથી પહેલા મેળવવા માટે ચક્રવાત ન્યુઝ સાથે જોડાઓ….🗞️

    👉🏻 નીચેની લિંક પર ક્લિક કરી અમારા WhatsApp ગ્રુપમાં જોડાઓ અને અન્ય લોકોને પણ આ લિંક Share કરી તેમને આપણી સાથે જોડો…..👇🏻👇🏻👇🏻

    https://chat.whatsapp.com/DpyEBemrjbO3muVShYJWg1

    RELATED ARTICLES

    Most Popular

    Recent Comments

    error: Content is protected !!