
વાંકાનેરની મોહંમદી લોકશાળા-ચંદ્રપુર ખાતે ભારત સરકારના યુવા કાર્યક્રમ અને ખેલ મંત્રાલય અંતર્ગત મેરા યુવા ભારત-રાજકોટ દ્વારા તાલુકા કક્ષાની કબડી, ખોખો અને એથ્લેટિક્સ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ રમતોમાં આશરે 300 જેટલા ખેલાડીઓએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો….
સ્પર્ધાનું ઉદ્ઘાટન મોહંમદી લોકશાળાના પૂર્વ શિક્ષક પટોડી સાહેબના હસ્તે તથા શાળાના આચાર્ય અને પી.ટી. શિક્ષક આઈ. એ. ખોરજીયાના વરદ હસ્તે કરવામાં આવ્યું હતું. આ અવસરે ઉપસ્થિત મહાનુભાવોએ ખેલાડીઓને પ્રોત્સાહિત કરતાં રમતગમતમાં આગળ વધવા માટે પ્રેરણા આપી હતી. સ્પર્ધાના અંતે વિજેતા ખેલાડીઓને શિલ્ડ અને પ્રમાણપત્ર આપી સન્માનિત કરવામાં આવ્યા હતા…
વાંકાનેર વિસ્તારમાં બનતી દરેક ઘટના અને દરેક સમાચારો સૌથી પહેલા મેળવવા માટે ચક્રવાત ન્યુઝ સાથે જોડાઓ….🗞️
👉🏻 નીચેની લિંક પર ક્લિક કરી અમારા WhatsApp ગ્રુપમાં જોડાઓ અને અન્ય લોકોને પણ આ લિંક Share કરી તેમને આપણી સાથે જોડો…..👇🏻👇🏻👇🏻
https://chat.whatsapp.com/CM3VCXVSYMRIheFnSVRPFL?mode=wwt





