શેરબજારમાં રોકાણ કરી વધુ વ્યાજની લાલચ આપી જામનગરના ઓમ ટ્રેડીંગના માલિક હિરેન મહેન્દ્રભાઈ ધબ્બાએ ફરિયાદી પાસેથી પાંચ લાખની રકમ મેળવી બાદમાં તેની ચુકવણી પેટે આપેલ ચેક રીટર્નના કેસમાં નામદાર વાંકાનેર કોર્ટ દ્વારા આરોપીને એક વર્ષની સજા અને ફરીયાદીને વળતર ચૂકવવાનો હુકમ કર્યો છે…
બનાવની પ્રાપ્ત વિગતો મુજબ વાંકાનેરના રહેવાસી અજયગીરી ગુલાબગીરી ગોસાઈને ઓમ ટ્રેડીંગના નામથી શેરબજારમાં રોકાણ કરીને વધુ રૂપિયા આપવાની લાલચ આપીને ફરીયાદી પાસેથી પાંચ લાખ મેળવી તેની ચુકવણી પેટે તા.૧૭/૦૭/૨૦૨૧ ના રોજનો ફરીયાદી પાંચ લાખનો ચેક આપેલ જે રીટર્ન થતા ફરિયાદ અજયગીરી ગુલાબગીરી ગોસાઈએ તેમના વકીલ મારફતે વાંકાનેર કોર્ટમા જામનગરના ઓમ ટ્રેડીંગના માલિક હિરેન મહેન્દ્રભાઈ ધબ્બા વિરુદ્ધ કેસ દાખલ કરેલ અને ત્યારબાદ આ આરોપી હાજર નહિ થતા નામદાર કોર્ટે વોરંટ કાઢેલ અને હાજર રખાવેલ,
જે કેસ નામદાર કોર્ટમાં ચાલી જતા આ કામના ફરિયાદીએ પોતાનો કેસ નિ:શંકપણે સાબીત કરેલ હોય અને ફરિયાદીના વકીલ ફારૂક એસ. ખોરજીયાએ કરેલ દલીલોને માન્ય રાખીને કોર્ટે આરોપી હિરેન મહેન્દ્રભાઈ ધબ્બાને એક વર્ષની સજા અને ફરિયાદીને વળતર પેટે પાંચ લાખ ચૂકવવા હુકમ કર્યો છે. આ કામના ફરિયાદી વતી વકીલ તરીકે ફારૂક એસ.ખોરજીયા, કૌશર એ. ખોરજીયા અને આદીલ એ. માથકીયા રોકાયેલ હતા….

વાંકાનેર વિસ્તારમાં બનતી દરેક ઘટના અને દરેક સમાચારો સૌથી પહેલા મેળવવા માટે ચક્રવાત ન્યુઝ સાથે જોડાઓ….🗞️
👉🏻 નીચેની લિંક પર ક્લિક કરી અમારા WhatsApp ગ્રુપમાં જોડાઓ અને અન્ય લોકોને પણ આ લિંક Share કરી તેમને આપણી સાથે જોડો…..👇🏻👇🏻👇🏻
https://chat.whatsapp.com/F9aigUEWFqrEgQlX797HUm