
વાંકાનેર બાઉન્ડ્રી નજીક ટોલનાકા ખાતે વાહનોની લાંબી કતારો લાગી હોય, જેમાં પાછળ હાઇવે પર પુરપાટ ઝડપે આવતા એક બાઈક ચાલકે કાબૂ ગુમાવી ધડાકાભેર વાહનોની કતારમાં ઉભેલા ટ્રક કન્ટેનર પાછળ પોતાનું બાઈક અથડાવતા ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો, જેમાં બાઈક ચાલક યુવાનને ગંભીર ઇજાઓ પહોંચતા તેનું મોત થયું હોવાનો બનાવ સામે આવ્યો છે…
બનાવની પ્રાપ્ત વિગતો મુજબ વાંકાનેર બાઉન્ડ્રી ટોલનાકા ખાતે ટોલ માટે વાહનોની લાંબી કતારો લાગી હોય, જેમાં લાઈનમાં છેલ્લે ઉભેલા ટ્રક કન્ટેનર પાછળ હાઇવે પરથી પૂરપાટ ઝડપે આવતા બાઇક નં. GJ 03 CJ 7300 ના ચાલકે ધડાકાભેર પોતાનું બાઇક અથડાવતા બાઇક ચાલક લેરસિંહ ભેરૂસિંહ સિસોદિયા (ઉ.વ. ૨૨, રહે. હાલ હાઉસિંગ બોર્ડ, દુધસાગર રોડ, રાજકોટ, મુળ રહે. રાજસ્થાન) ને ગંભીર ઇજાઓ પહોંચતા તેનું મોત થયું હતું, જેથી આ બનાવની વાંકાનેર તાલુકા પોલીસે નોંધ કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે….






