વાંકાનેર તાલુકાના અરણીટીંબા ગામે વર્ષ 2024 માં વ્યાજની પઠાણી ઉઘરાણી મામલે આજ ગામના જયદીપસિંહ ઝાલા(જેડી) અને પિતા ધર્મેન્દ્રસિંહ ઝાલા સામે વ્યાજખોરી અને ફાયરીંગ મામલે પોલીસ ફરિયાદ નોંધાઈ હોય, જે કેસ નામદાર વાંકાનેર કોર્ટમાં ચાલી જતાં કોર્ટે દ્વારા બંને આરોપી પિતા-પુત્રને નિર્દોષ છોડી મુકવા હુકમ કર્યો છે….
બનાવની પ્રાપ્ત વિગતો મુજબ વર્ષ 2024 માં વાંકાનેર તાલુકાના અરણીટીંબા ગામ ખાતે રહેતા ફરિયાદી રીટાબેન ગોરધનભાઈ માંડવીયા તેમજ ફરિયાદી મેહુલભાઈ રાયસીંગભાઈ પરમારએ વાંકાનેર તાલુકા પોલીસમાં બે અલગ અલગ ફરિયાદથી આજ ગામના આરોપી જયદીપસિંહ ધર્મેન્દ્રસિંહ ઝાલા ઉર્ફે જેડી (ઉ.વ. ૨૪) અને ધર્મેન્દ્રસિંહ વખતસિંહ ઝાલા (ઉ.વ. ૫૨) વિરુદ્ધ ફરિયાદ નોંધાવેલ કે, ઉપરોક્ત બંને આરોપીઓ પાસેથી ફરિયાદ તથા સાહેદોએ જરૂરત સમયે રૂપિયા વ્યાજે લીધા હોય,

જે રકમની પઠાણી ઉઘરાણી કરતાં બંને આરોપીઓએ ફરિયાદી તથા સાહેદોને ધાક-ધમકી આપી લાયસન્સ વાળા હથિયારથી હવામાં ફાયરિંગ કરી ડરાવી ધમકાવી જાનથી મારી નાખવાની ધમકી આપી વ્યાજની ઉઘરાણી કરી હોય, જેથી આ મામલે પોલીસે બંને આરોપીઓ સામે નાણાં ધિરધાર અધિનિયમ, આઇપીસી કલમ તથા આર્મ્સ એક્ટ હેઠળ ગુનો નોંધ્યો હોય, જે કેસ નામદાર વાંકાનેર કોર્ટમાં ચાલી જતાં કોર્ટે બંને કેસમાં આરોપી જયદીપસિંહ ધર્મેન્દ્રસિંહ ઝાલા અને ધર્મેન્દ્રસિંહ વખતસિંહ ઝાલાને નિર્દોષ છોડી મુકવા હુકમ કર્યો છે….
વાંકાનેર વિસ્તારમાં બનતી દરેક ઘટના અને દરેક સમાચારો સૌથી પહેલા મેળવવા માટે ચક્રવાત ન્યુઝ સાથે જોડાઓ….🗞️
👉🏻 નીચેની લિંક પર ક્લિક કરી અમારા WhatsApp ગ્રુપમાં જોડાઓ અને અન્ય લોકોને પણ આ લિંક Share કરી તેમને આપણી સાથે જોડો…..👇🏻👇🏻👇🏻
https://chat.whatsapp.com/CM3VCXVSYMRIheFnSVRPFL?mode=wwt




