Saturday, April 4, 2026
More
    Homeમુખ્ય સમાચારવાંકાનેર : લોનના જામીનદારે આપેલ 5.77 લાખના ચેક રિટર્ન કેસમાં આરોપીને એક...

    વાંકાનેર : લોનના જામીનદારે આપેલ 5.77 લાખના ચેક રિટર્ન કેસમાં આરોપીને એક વર્ષની સજા ફટકારતી કોર્ટ….

    ગેલેક્સી ક્રેડિટ કો.ઓપ. સોસાયટીમાંથી લેવામાં આવેલી 33 લાખની લોન મામલે ચેક રિટર્ન કોર્ટનો ચુકાદો….

    વાંકાનેર ખાતે લોનની રકમ ભરપાઈ કરવા માટે જામીનદાર દ્વારા આપવામાં આવેલ ચેક રિટર્ન કેસમાં વાંકાનેર કોર્ટે એક દાખલારૂપ ચુકાદો આપ્યો છે, જેમાં કોર્ટે આરોપી જામીનદારને નેગોશિયેબલ ઇન્સ્ટ્રુમેન્ટ એક્ટની કલમ-૧૩૮ મુજબ દોષિત ઠેરવીને એક વર્ષની સખત કેદની સજા અને ચેકની રકમ જેટલું જ વળતર ચૂકવવાનો આદેશ કર્યો છે….

    બનાવની પ્રાપ્ત વિગતો અનુસાર, વાંકાનેર ખાતે આવેલ ગેલેક્સી ક્રેડિટ કો-ઓપરેટિવ સોસાયટી લિમિટેડમાંથી ‘ગેલેક્સી સ્માર્ટકાર્ડ યોજના’ અંતર્ગત યુવરાજસિંહ ઝાલાએ રૂ. ૩૩,૦૦,૦૦૦ની લોન લીધેલ હોય, જેમાં વાંકાનેરના પંચાસર રોડ પર આવેલા નવાપરાના રહીશ મુનેશ વાલજીભાઈ ડાભી જામીનદાર તરીકે રહ્યા હતા…

    લોન લેનાર યુવરાજસિંહ દ્વારા લોનની રકમ નિયમિતપણે ભરપાઈ કરવામાં ન આવતા, જામીનદાર મુનેશ વાલજીભાઈ ડાભીએ લોનની બાકી રકમ ચૂકવવા માટે સોસાયટીને રૂ. ૫,૭૭,૦૦૦ નો ચેક આપ્યો હતો, જે ચેક ફંડના અભાવે રિટર્ન થતાં ગેલેક્સી ક્રેડિટ કો.ઓપ. સોસાયટી દ્વારા વાંકાનેર કોર્ટમાં નેગોશિયેબલ ઇન્સ્ટ્રુમેન્ટ એક્ટ હેઠળ ફરિયાદ દાખલ કરવામાં આવી હતી. જે કેસ નામદાર કોર્ટમાં ચાલી જતાં એડિશનલ ચીફ કોર્ટના જજ શ્રી ઠાકોર સાહેબે આરોપી મુનેશ વાલજીભાઈ ડાભીને કસૂરવાર ઠેરવી એક વર્ષની સખત કેદની સજા ફટકારી છે, સાથે જ ફરિયાદી સંસ્થાને નુકસાની પેટે રૂ. ૫,૭૭,૦૦૦ નું વળતર ચૂકવવા હુકમ ફરમાવ્યો છે. આ કેસમાં ફરિયાદી ગેલેક્સી ક્રેડિટ કો.ઓપરેટિવ સોસાયટી તરફથી પેનલ એડવોકેટ તરીકે વાંકાનેરના સિનિયર વકીલ સરફરાઝ પરાસરા, શકીલ પીરઝાદા તથા એ. વાય. શેરસીયા રોકાયેલ હતા…

    વાંકાનેર વિસ્તારમાં બનતી દરેક ઘટના અને દરેક સમાચારો સૌથી પહેલા મેળવવા માટે ચક્રવાત ન્યુઝ સાથે જોડાઓ….🗞️

    👉🏻 નીચેની લિંક પર ક્લિક કરી અમારા WhatsApp ગ્રુપમાં જોડાઓ અને અન્ય લોકોને પણ આ લિંક Share કરી તેમને આપણી સાથે જોડો…..👇🏻👇🏻👇🏻

    https://chat.whatsapp.com/CM3VCXVSYMRIheFnSVRPFL?mode=wwt

     

    RELATED ARTICLES

    Most Popular

    Recent Comments

    error: Content is protected !!