Saturday, February 28, 2026
More
    Homeમુખ્ય સમાચારવાંકાનેર : 5.25 લાખના ચેક રિટર્ન કેસમાં આરોપીનો નિર્દોષ છુટકારો....

    વાંકાનેર : 5.25 લાખના ચેક રિટર્ન કેસમાં આરોપીનો નિર્દોષ છુટકારો….

    વાંકાનેર કોર્ટમાં ચાલતાં રૂ. 5.25 લાખના ચેક બાઉન્સ (રિટર્ન) કેસમાં નામદાર કોર્ટ દ્વારા મહત્વપૂર્ણ ચુકાદો આપતા આરોપીને નિર્દોષ છોડી મૂકવાનો હુકમ કર્યો છે, જે કેસની વિગતો મુજબ ફરીયાદી વિકાસ કાનજીભાઈ સારેસાએ મોરબી મુકામે રહેતા રતીલાલ ભગવાનજીભાઈ બરાસરાને હાથ ઉછીની રકમ પેટે રૂ. ૫,૨૫,૦૦૦ આપ્યા હોય, જેની ચુકવણી પેટે રતીલાલ બરાસરાએ ફરીયાદી વિકાસભાઈને ચેક આપ્યો હોય, જે ચેક રિટર્ન (બાઉન્સ) થતાં આરોપી રતીલાલ બરાસરા વિરુદ્ધ વાંકાનેર કોર્ટમાં કેસ દાખલ કરવામાં આવ્યો હતો…

    આ કેસ વાંકાનેર કોર્ટમાં ચાલી જતાં બચાવ પક્ષના વકીલ વિજયકુમાર એ. ગોહેલ દ્વારા કોર્ટમાં કાયદાકીય જોગવાઈઓ સાથે સચોટ રજૂઆતો અને ધારદાર દલીલો કરવામાં આવી હોય, જેને ગ્રાહ્ય રાખી વાંકાનેર કોર્ટના વિદ્વાન જજશ્રી વી. એસ. ઠાકોર સાહેબ દ્વારા આરોપી રતીલાલ ભગવાનજીભાઈ બરાસરાને આ કેસમાંથી નિર્દોષ છોડી મુકવાનો હુકમ કર્યો છે….

    વાંકાનેર વિસ્તારમાં બનતી દરેક ઘટના અને દરેક સમાચારો સૌથી પહેલા મેળવવા માટે ચક્રવાત ન્યુઝ સાથે જોડાઓ….🗞️

    👉🏻 નીચેની લિંક પર ક્લિક કરી અમારા WhatsApp ગ્રુપમાં જોડાઓ અને અન્ય લોકોને પણ આ લિંક Share કરી તેમને આપણી સાથે જોડો…..👇🏻👇🏻👇🏻

    https://chat.whatsapp.com/CM3VCXVSYMRIheFnSVRPFL?mode=wwt

    RELATED ARTICLES

    Most Popular

    Recent Comments

    error: Content is protected !!