Sunday, February 1, 2026
More
    Homeમુખ્ય સમાચારવાંકાનેર વિધાનસભા યુવા કોંગ્રેસની વિસ્તૃત કારોબારી બેઠક યોજાઈ...

    વાંકાનેર વિધાનસભા યુવા કોંગ્રેસની વિસ્તૃત કારોબારી બેઠક યોજાઈ…

    વાંકાનેર શહેર ખાતે આજરોજ શુક્રવારે સાંજે વાંકાનેર વિધાનસભા યુવા કોંગ્રેસની વિસ્તૃત કારોબારી બેઠકનું આયોજન કરવામાં આવ્યું હોય જેમાં ગુજરાત યુવા કોંગ્રેસના પ્રમુખ પ્રવિણસિંહ વણોલ વિશેષ ઉપસ્થિત રહ્યા હતા…

    બેઠક દરમિયાન આગામી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓમાં યુવાઓની સક્રિય ભાગીદારી વધારવા ઉપર ભાર મૂકવામાં આવ્યો હતો તેમજ યુવાઓને શક્તિ, ઉત્સાહ અને પરિવર્તનની ક્ષમતા સાથે કોંગ્રેસ પક્ષને મજબૂત બનાવવા માટે મોખરે રહી કામગીરી કરવા જણાવાયું હતુ….

    આ સાથે જ સમગ્ર ગુજરાતમાં કોંગ્રેસ પક્ષને મજબૂત બનાવવા માટે સંગઠનાત્મક કામગીરી, મતદારો સુધી પહોંચ અને સરકારની નિષ્ફળતાઓ ઉજાગર કરવાની દિશામાં યુવા કોંગ્રેસ કાર્યકર્તાઓને આહવાન કરાયું હતું. બેઠકમાં વાંકાનેર વિધાનસભા વિસ્તારના યુવા કોંગ્રેસના આગેવાનો, કાર્યકર્તાઓ અને હોદ્દેદારો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા…

    વાંકાનેર વિસ્તારમાં બનતી દરેક ઘટના અને દરેક સમાચારો સૌથી પહેલા મેળવવા માટે ચક્રવાત ન્યુઝ સાથે જોડાઓ….🗞️

    👉🏻 નીચેની લિંક પર ક્લિક કરી અમારા WhatsApp ગ્રુપમાં જોડાઓ અને અન્ય લોકોને પણ આ લિંક Share કરી તેમને આપણી સાથે જોડો…..👇🏻👇🏻👇🏻

    https://chat.whatsapp.com/CM3VCXVSYMRIheFnSVRPFL?mode=wwt

     

    RELATED ARTICLES

    Most Popular

    Recent Comments

    error: Content is protected !!