ગંભીર રીતે ઇજાગ્રસ્ત ત્રણે યુવાનોને સારવાર માટે રાજકોટ રિફર કરાયા…
વાંકાનેર શહેર નજીક નેશનલ હાઇવે પર માર્કેટિંગ યાર્ડની સામે આજરોજ શનિવારે સવારે 11 વાગ્યાની આસપાસ હાઈવે પર રોંગ સાઈડમાં આવતી કારના ચાલકે ત્રિપલ સવારી બાઇકને હડફેટે લેતા ગંભીર અકસ્માત સર્જાયો છે, જેમા ત્રણ યુવાન ગંભીર રીતે ઇજાગ્રસ્ત થતાં તાત્કાલિક સારવાર અર્થે પ્રથમ વાંકાનેર બાદ હાલ રાજકોટ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હોવાની વિગતો મળી રહી છે….
બનાવની પ્રાપ્ત વિગતો મુજબ વાંકાનેર શહેર નજીક નેશનલ હાઈવે પર માર્કેટિંગ યાર્ડની સામેથી પસાર થતા ત્રિપલ સવારી એક હિરો સ્પ્લેન્ડર બાઇક નં. GJ 36 AQ 6223 ને સામેથી રોંગ સાઈડમાં આવતી બ્રેઝા કાર નં. GJ 13 AM 3063 ના ચાલકે હડફેટે લેતા ગંભીર અકસ્માત સર્જાયો હતો, જે અકસ્માતના બનાવમાં બાઇક સવાર મહેશભાઈ શંકરભાઈ ખાંભળીયા (ઉ.વ. ૨૨, રહે. મોટાભેલા, માળીયા), કિશનભાઇ છગનભાઈ સરવૈયા (ઉ.વ. ૧૮, રહે. મકનસર) અને વિશાલભાઈ અશોકભાઈ વરણીયા (ઉ.વ. ૧૮, રહે. મકનસર)ને ગંભીર રીતે ઇજાઓ પહોંચતા તાત્કાલિક સારવાર અર્થે પ્રથમ વાંકાનેર બાદ હાલ રાજકોટ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હોવાની વિગતો મળી રહી છે….