Friday, March 20, 2026
More
    Homeમુખ્ય સમાચારવાંકાનેર માર્કેટિંગ યાર્ડમાં મીની વેકેશન : માર્ચ એન્ડીંગના કારણે યાર્ડ તા. 25...

    વાંકાનેર માર્કેટિંગ યાર્ડમાં મીની વેકેશન : માર્ચ એન્ડીંગના કારણે યાર્ડ તા. 25 થી 31 માર્ચ સુધી બંધ રહેશે….

    હિસાબી વર્ષ 2025-26ના માર્ચ એન્ડિંગના હિસાબો સંદર્ભે સમગ્ર ગુજરાતમાં માર્ચ મહિનાના છેલ્લા અઠવાડિયામાં વિવિધ માર્કેટિંગ યાર્ડો બંધ રહેતા હોય છે, જેમાં વાંકાનેર માર્કેટિંગ યાર્ડમાંથી વેપારીઓનો માલ ઉંઝા, રાજકોટ, ગોંડલ જેવા મોટા યાર્ડોમાં જતો હોવાથી, ઉપરોક્ત યાર્ડોમાં માર્ચ એન્ડિંગની રજાઓ હોય, જેથી વાંકાનેર માર્કેટિંગ યાર્ડ આગામી તા. 25/03/2026 થી 31/03/2026 સુધી બંધ રહેશે…

    જેમાં વાંકાનેર યાર્ડમાં તા. 01/04/2026 બુધવારથી માર્કેટિંગ યાર્ડ નું કામકાજ રાબેતા મુજબ ચાલુ થશે, જેની વાંકાનેર વિસ્તારના તમામ ખેડૂતો તથા દલાલ ભાઇઓએ નોંધ લેવી. માર્ચ એન્ડીંગની રજાઓના કારણે ઉપરની તારીખો દરમિયાન ખેડૂતો ભાઈઓએ યાર્ડ ખાતે પોતાનો માલ વેંચાણ માટે ન લાવવો…

    વાંકાનેર વિસ્તારમાં બનતી દરેક ઘટના અને દરેક સમાચારો સૌથી પહેલા મેળવવા માટે ચક્રવાત ન્યુઝ સાથે જોડાઓ….🗞️

    👉🏻 નીચેની લિંક પર ક્લિક કરી અમારા WhatsApp ગ્રુપમાં જોડાઓ અને અન્ય લોકોને પણ આ લિંક Share કરી તેમને આપણી સાથે જોડો…..👇🏻👇🏻👇🏻

    https://chat.whatsapp.com/CM3VCXVSYMRIheFnSVRPFL?mode=wwt

    RELATED ARTICLES

    Most Popular

    Recent Comments

    error: Content is protected !!