વાંકાનેર ખાતે પવિત્ર રમઝાન માસ દરમિયાન વોરા સમાજના જમાતખાનામાં જમણવાર વખતે બેસવાની જગ્યા બાબતે માથાકૂટ થતાં મામલો મારામારી સુધી પહોંચી ગયો હતો. જેમાં બે શખ્સોએ યુવાન સાથે ઝપાઝપી કરી, બચકા ભરી અને છરી બતાવી જાનથી મારી નાખવાની ધમકી આપતા પોલીસમાં ગુનો નોંધાયો છે….

બાબતે પ્રાપ્ત માહિતી અનુસાર, વાંકાનેર શહેરના દિવાનપરામાં રહેતા ફરિયાદી હુશેનભાઇ મહમદહુશેન વેદ (ઉ.વ. ૩૯) રમઝાન માસ નિમિત્તે પરિવાર સાથે વોરા સમાજના જમાતખાનામાં આયોજિત જમણવારમાં જમવા માટે ગયા હોય, ત્યારે જમવા બેસવાની જગ્યા બાબતે ત્યાં હાજર મુર્તુજા મુસ્તાકભાઇ હાથી અને તેના કાકા અબ્બાસભાઇ અસગરઅલી હાથી સાથે તેમને સામાન્ય બોલાચાલી થઈ હતી.

જોતજોતામાં આ બોલાચાલીએ ઉગ્ર સ્વરૂપ ધારણ કરી લીધું હતું અને બંને આરોપીઓએ ફરિયાદી હુશેનભાઈ સાથે ઝપાઝપી કરી ફરિયાદીના જમણા હાથની આંગળીઓમાં બટકા ભરીને ઈજા પહોંચાડી હતી. તેમજ ફરિયાદીની દાઢી ખેંચીને તેમને જમીન પર પછાડી, ગાળો આપી છરી કાઢીને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. જેથી આ બનાવ અંગે ભોગ બનનાર હુશેનભાઇ વેદ દ્વારા વાંકાનેર સિટી પોલીસ મથકમાં બંને આરોપીઓ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે….
વાંકાનેર વિસ્તારમાં બનતી દરેક ઘટના અને દરેક સમાચારો સૌથી પહેલા મેળવવા માટે ચક્રવાત ન્યુઝ સાથે જોડાઓ….🗞️
👉🏻 નીચેની લિંક પર ક્લિક કરી અમારા WhatsApp ગ્રુપમાં જોડાઓ અને અન્ય લોકોને પણ આ લિંક Share કરી તેમને આપણી સાથે જોડો…..👇🏻👇🏻👇🏻
https://chat.whatsapp.com/CM3VCXVSYMRIheFnSVRPFL?mode=wwt



