વાંકાનેર શહેરના વીસીપરા વિસ્તારમાં બે યુવાનો વચ્ચે કોઈ કારણોસર ઝઘડો થયો હોય, જેનો સમાધાન કરવા માટે ગયેલ ફરિયાદી પક્ષના ચાર સાહેદો પર પાછળથી આવેલા ચાર ઈસમોએ ‘ અહીંયા ભેગા કેમ થયા છો ? ‘ તેમ કહી છરી વડે હુમલો કરતાં આ બનાવમાં ચાર લોકોને ઈજાઓ પહોંચતા તમામ ઈજાગ્રસ્તોને સારવાર અર્થે પ્રથમ વાંકાનેર સિવિલ બાદ રાજકોટ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હોવાની વિગતો મળી રહી છે….
બનાવની પ્રાપ્ત વિગતો મુજબ વાંકાનેર શહેરના વીસીપરા વિસ્તારમાં સમશાન રોડ પર ભોપાભાઈની કેબિન પાસે ગતરાત્રીના અહેમદ કટીયા અને રૂતુરાજસિંહ વચ્ચે કોઈ કારણોસર ઝઘડો થયો હોય, જેથી ફરિયાદી સોહીલભાઈ મેહબુબભાઈ કટીયા, કાકા રહીમભાઈ રાયધનભાઈ મોવર તથા સાગર ઉર્ફે હડો ભુપતભાઈ કોળી બાઇક લઇને સ્થળ પર જઇને સંને વચ્ચે સમાધાન કરાવેલ હોય, જે બાદ પાછળથી આવેલા આરોપી ૧). રમેશભાઈ રબારી, ૨). સાગર રમેશભાઈ રબારી, ૩). બંસી રમેશભાઈ રબારી અને ૪). પિન્ટુ ઉર્ફે ઠુઠો કોળી (રહે. બધા વાંકાનેર)એ ‘ તમે અહીં કેમ ભેગા થયા છો ? ‘ કહી છરી વડે હુમલો કરી ફરિયાદી સોહિલભાઈ, સાહેદ રહીમભાઈ, એહમદભાઈ તથા સાગરને આડેધડ છરીના ઘા મારી ગંભીર રીતે ઇજા પહોંચાડતા તમામ ઈજાગ્રસ્તોને સારવાર માટે પ્રથમ વાંકાનેર બાદ રાજકોટ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હોય, જે બાદ હાલ આ બનાવમાં ચારેય આરોપીઓ વિરુદ્ધ વાંકાનેર સિટી પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ છે…