
વાંકાનેરના વિદ્યાભારતી એજ્યુકેશન એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટ સંલગ્ન શિશુ મંદિર દ્વારા આજરોજ સંસ્થામાં અભ્યાસ કરતાં બાળકોના જન્મદિવસની ભારતીય સંસ્કૃતિ પ્રમાણે પાંજરાપોળ ગૌશાળા ખાતે ઉજવણી કરવામાં આવી હોય, જેમાં કેક કાપવાને બદલે ગાયત્રી યજ્ઞ, ગૌપૂજન, દિપદાન તથા વડીલોને વંદન તથા મોબાઈલ ન જોવો જેવા સંકલ્પ લેવડાવી બાળકો એક સારા સંસ્કાર તરફ પ્રેરાય તેવા હેતુથી વિશેષ ઉજવણી કરવામાં આવેલ હતી….
આ કાર્યક્રમમાં સંસ્થામાં અભ્યાસ કરતા 50થી વધુ બાળકો તેમના માતાપિતા સાથે આ ઉપસ્થિત રહ્યા હતા. આ તકે શિશુ મંદિ સ્ટાફ, સંસ્થાના પ્રમુખ અમરશીભાઈ મઢવી સહિતના ઉપસ્થિતિ રહ્યા હતા….


વાંકાનેર વિસ્તારમાં બનતી દરેક ઘટના અને દરેક સમાચારો સૌથી પહેલા મેળવવા માટે ચક્રવાત ન્યુઝ સાથે જોડાઓ….🗞️
👉🏻 નીચેની લિંક પર ક્લિક કરી અમારા WhatsApp ગ્રુપમાં જોડાઓ અને અન્ય લોકોને પણ આ લિંક Share કરી તેમને આપણી સાથે જોડો…..👇🏻👇🏻👇🏻
https://chat.whatsapp.com/DUc99RScoPA5Si0rJwdfva?mode=wwt





