Sunday, March 1, 2026
More
    Homeમુખ્ય સમાચારવાંકાનેરના વઘાસીયા ટોલનાકાના કોન્ટ્રાક્ટ મામલે મેનેજરને રિવોલ્વર પર હાથ રાખી ધમકી આપતાં...

    વાંકાનેરના વઘાસીયા ટોલનાકાના કોન્ટ્રાક્ટ મામલે મેનેજરને રિવોલ્વર પર હાથ રાખી ધમકી આપતાં ચાર સામે પોલીસ ફરિયાદ નોંધાઈ….

    વાંકાનેરના વઘાસીયા ટોલનાકાના બિલ્ડીંગ ખાતે ટોલનાકાના કોન્ટ્રાક્ટ બાબતે ધમાલ મચાવવા આવેલ આઠથી દસ ઇસમોના ટોળા પૈકી ચાર ઈસમોએ મેનેજર સાથે લાયસન્સવાળી રિવોલ્વર પર હાથ રાખી ધાક ધમકી આપી કોન્ટ્રાક્ટ ફરી તેમને અપાવવા જણાવી ભયજનક માહોલ સર્જતા આ મામલે ટોલનાકાના મેનેજરે ચાર ઇસમો સામે પોલીસમાં ફરિયાદ નોંધાવી છે….

    બનાવની પ્રાપ્ત વિગતો મુજબ વાંકાનેરના વઘાસીયા ટોલનાકા ખાતે મેનેજર તરીકે ફરજ બજાવતા ફરિયાદી મુકેશકુમાર નિર્ભયકુમાર સુધાંશુએ વાંકાનેર સિટી પોલીસમાં આરોપી ૧). રવિરાજ ઝાલા, ૨) હરુભા તથા અન્ય બે અજાણ્યા ઇસમો (રહે. બધા વઘાસીયા) વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે કે, ફરિયાદી સાંજના સમયે ટોલનાકા ખાતે ફરજ પર હોય ત્યારે ટોલપ્લાઝા બિલ્ડિંગ તરફથી બોલાચાલીનો અવાજ આવતા તેઓ ત્યાં ગયા હતા,

    જ્યાં વઘાસીયા ગામના રવીરાજ ઝાલા તથા તેની સાથે ૮ થી ૧૦ ઇસમો હાજર હોય, જેમાં રવિરાજએ કમરના પટ્ટા પર લટકાવેલી લાયસન્સવાળી રિવોલ્વર પર હાથ રાખી ફરિયાદીને ટોલનાકાનો અગાઉનો કોન્ટ્રાક્ટ પરત આપવા માટે ધમકી આપી ચારેય આરોપીઓએ “કોન્ટ્રાક્ટ પાછો નહીં આપો તો મજા નહીં આવે, અમારા વગર તમે ટોલનાકું ચલાવી નહીં શકો” તેમ કહી ગાળાગાળી કરી ભયજનક માહોલ સર્જતા આ મામલે પોલીસે ચારેય આરોપીઓ સામે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે….

    વાંકાનેર વિસ્તારમાં બનતી દરેક ઘટના અને દરેક સમાચારો સૌથી પહેલા મેળવવા માટે ચક્રવાત ન્યુઝ સાથે જોડાઓ….🗞️

    👉🏻 નીચેની લિંક પર ક્લિક કરી અમારા WhatsApp ગ્રુપમાં જોડાઓ અને અન્ય લોકોને પણ આ લિંક Share કરી તેમને આપણી સાથે જોડો…..👇🏻👇🏻👇🏻

    https://chat.whatsapp.com/DUc99RScoPA5Si0rJwdfva?mode=wwt

    RELATED ARTICLES

    Most Popular

    Recent Comments

    error: Content is protected !!