વાંકાનેર વિસ્તારમાં છેલ્લા બે દિવસોથી પડેલા કમોસમી વરસાદના કારણે ખેડૂતોના ઉભા પાકને ભારે નુકસાન થયું છે. ખાસ કરીને કપાસ, મગફળી તથા અન્ય ખેતપાક પર કુદરતના આકરાં પ્રકોપથી ખેડૂતોના સપના પાણીમાં વિલાયા છે. ખેડૂતનો તૈયાર થયેલો માલ અને મહેનતનું ફળ કમોસમી વરસાદના કારણે બરબાદ થઈ ગયું છે, જેના લીધે ખેડૂતો ગંભીર આર્થિક સંકટમાં સપડાયા છે…

ત્યારે આ મામલે વાંકાનેર કોંગ્રેસ અગ્રણી આબીદભાઈ ગઢવારાએ જણાવ્યું હતું કે, “ખેડૂતપુત્ર તરીકે મને ખેડૂતોની પીડા સમજાય છે. કુદરતી આપત્તિથી થયેલા નુકસાનની સરકાર તરફથી યોગ્ય રીતે વળતર રૂપે સહાય ચુકવવામાં આવે તેવી અમારી સ્પષ્ટ માંગ છે. ખેડૂતનો જીવતો ધંધો એટલે ખેતી — હવે જો કુદરત પણ વિરોધમાં હોય તો સરકાર તો ઓછામાં ઓછું સહાયરૂપ બનવી જ જોઈએ. ખેડૂતનો તૈયાર થયેલો માલ જુટવાઈ ગયો છે, હવે આ જગતના તાત ક્યાં જાય ? સરકાર તાત્કાલિક ખેડૂતોના વાહરે આવે, પીડિત ખેડૂતોનું સર્વેક્ષણ કરી યોગ્ય સહાયની જાહેરાત કરે તેવી માંગ કરવામાં આવી છે. સ્થાનિક ખેડૂતોમાં પણ સરકારી સહાય માટે આશાની નજર સાથે રાહ જોઇ રહ્યા છે….



