
વાંકાનેર રેલ્વે પોલીસ જવાન દ્વારા માનવતા અને ફરજનિષ્ઠાનું અનોખું ઉદાહરણ પુરૂ પાડવામાં આવ્યું છે, જેમાં ટ્રેન નં. 19120 સોમનાથ-ગાંધીનગર એક્સપ્રેસમાં મુસાફરી કરી રહેલા એક યાત્રીએ પોતાનું કાળા કલરનું બેગ ભક્તિનગર રેલ્વે સ્ટેશન પર ઊતરી જતા ભૂલી ગયા હોય, જે બેગમાં રૂ. 20,000 રોકડ રકમ તેમજ અગત્યના દસ્તાવેજો સામેલ હોય, જે ટ્રેન વાંકાનેર સ્ટેશન પર પહોંચતાં આ બેગ રેલ્વે પોલીસના હેડ કોન્સ્ટેબલ કુલદીપસિંહ બી. ઝાલાને મળી આવતાં તેમણે તરત જ પેસેન્જરનો સંપર્ક કરી તેમની ઓળખ તથા બેગની વેરિફિકેશન કરી બેગ સહીસલામત પેસેન્જરને પરત સોંપવામાં આવી હતું. રેલ્વે પોલીસની આ માનવતાભરી કામગીરીની મુસાફરો તેમજ સ્થાનિક લોકોએ પ્રશંસા કરી છે….
વાંકાનેર વિસ્તારમાં બનતી દરેક ઘટના અને દરેક સમાચારો સૌથી પહેલા મેળવવા માટે ચક્રવાત ન્યુઝ સાથે જોડાઓ….🗞️
👉🏻 નીચેની લિંક પર ક્લિક કરી અમારા WhatsApp ગ્રુપમાં જોડાઓ અને અન્ય લોકોને પણ આ લિંક Share કરી તેમને આપણી સાથે જોડો…..👇🏻👇🏻👇🏻
https://chat.whatsapp.com/DUc99RScoPA5Si0rJwdfva?mode=wwt




