
વાંકાનેર શહેરના માર્કેટ ચોક નજીક ટાઉનહોલના પાર્કિંગમાં મોરબી એસઓજી ટીમ દ્વારા ચોક્કસ ખાનગી બાતમીના આધારે દરોડો પાડી અર્ટીગા કારમાં ગાંજાના જથ્થા સાથે બે ઈસમોને રંગે હાથ ઝડપી પાડી બંને વિરુદ્ધ એનડીપીએસ એક્ટ હેઠળ ગુનો નોંધી તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે…..


બનાવની પ્રાપ્ત વિગતો મુજબ મોરબી એસઓજી ટીમને ખાનગી રાહે બાતમી મળેલ હોય કે, વાંકાનેર શહેરના માર્કેટ ચોક નજીક ટાઉનહોલના બાજુમાં ખુલ્લા પટના પાર્કિંગમાં બે ઇસમો કારમાં માદક પદાર્થના જથ્થા સાથે બેઠા હોય, જેના આધારે પોલીસે ગત મોડીરાત્રીના સ્થળ પર દરોડો પાડી એક અર્ટીગા કાર નં. GJ 04 DN 3804 માંથી આરોપી લલિતભાઈ ઉર્ફે લક્કી હેમંતભાઈ ધામેચા અને વિજયભાઈ સાગરભાઈ સારલાને વનસ્પતિ જન્ય માદક પદાર્થ ગાંજાના 7.183 કિલો જથ્થા (કિંમત રૂ. ૩,૫૯,૧૫૦) સાથે ઝડપી પાડી બંને આરોપીઓ પાસેથી ગાંજો, બે મોબાઇલ, અર્ટીગા કાર અને રોકડ રકમ સહિત કુલ રૂ. 10,72,650 નો મુદ્દામાલ જપ્ત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે…..




